Google Search

Tuesday, March 4, 2014

Gujarati Shayari

સમયના બંધન નથી હોતા
ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા
કહે છે લોકો બીજો પ્રેમ કરી લો.
કોણ સમજાવે એમને કે સાચા પ્રેમના અલ્પવિરામ નથી હોતા
------------------------------------
ખુશ્બુ માંગી હતી ખુદા પાસે તો તે લાજવાબ ફુલ આપી ગયા અમે તો ફક્ત ખુશી માંગી હતી દુઆમા તે તમને આપીને અમને ખુશનસીબ બનાવી ગયા
---------------------------------
સૂરજને ક્ષિતિજ પર ડૂબતો જોયો છે, ચાંદને પણ અંધારાથી ઝૂઝતો જોયો છે
આંસૂ તો વહી ગયા હૃદયને સ્પર્શીને
આજે તો શ્વાસને પણ કોઈની રાહમાં અટકતો જોયો છે.
----------------------------------------------------------
અમે ખુદ પર આ અભિમાન નથી કરતા કોઈને પ્રેમ કરવા માટે મજબૂર નથી કરતા પણ જ્યારે વસાવી લઈએ છીએ દિલમાં એકવાર કોઈને તો મરતા સુધી તેને દિલમાંથી ક્યારેય દૂર નથી કરતા
-------------------------------------------------------
ના કોઈ એક બીજાથી દૂર હોય છે ના કોઈ એકબીજાથી નિકટ હોય છે જીંદગી ખુદ એક બીજાને નજદીક લાવે છે જ્યારે કોઈ એકબીજાના નસીબમાં હોય છે
--------------------------------------
ભીના વરસાદની કોમળ બૂંદ મોકલુ છુ આંખ તો ખોલ તને ઉજાસ મોકલુ છુ પીળા પડી ગયા છે પ્રતિક્ષાના પાંદડા અંતરથી તને ખુશી ભરી યાદ મોકલુ છુ....
-------------------------
તારી આંખોની પ્યાસ બનવા તૈયાર છું, તારા હૃદયનો શ્વાસ બનવા તૈયાર છું, તુ જો આવીને મને સજીવન કરે, તો હું રોજેરોજ લાશ બનવા તૈયાર છું.
--------------------------------------------

No comments:

Post a Comment