Google Search

Showing posts with label Gujarati Shayari. Show all posts
Showing posts with label Gujarati Shayari. Show all posts

Monday, July 16, 2018

Gujarati Shayari - 19 ગુજરાતી શાયરી


ઘણું બધું કેહવું હતું તમને પણ,
ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો




અંજામ ની ખબર તો  ...કર્ણ ને પણ હતી પણ વાત મિત્રત્તા નિભાવવા ની હતી




મરતી વખતે લાગ્યું
આયુષ્ય આમ જ વહી ગયું
મારે જીવવું છે, મારે જીવવું છે કહેતા કહેતા
સાહેબ મારું જીવવાનું જ રહી ગયું .


જીવું તો જીવુ હું કોના સહારે ?

તુટેલુ દિલ વળી કોઈ સ્વીકારે ??

શબ્દો સમજાય તો કામનું સાહેબ,
બાકી વાંચી તો કોઈ પણ શકે છે.

જિંદગીને પ્રેમથી અમે જીવતા ગયા.
કાંટા વચ્ચે પણ રસ્તા  કરતાં ગયાં.
મળે છે અહીં ક્યાં દવા પ્રેમની?
પ્રેમ માટે દુવા અમે કરતાં ગયાં.

હર શ્વાસોચ્છવાસમાં શ્વસતો રહું છું.
હર વ્યક્તિનું જીવન ચલાવતો રહું છું.
હું છું ચક્રધારી,નામ છે મારું 'શ્યામ '.
ઘરે ઘરે ગીતા રૂપે ગૂંજતો રહું છું.

“જિંદગી અઘરા સવાલોના ઉકેલ સમજાવી ગઇ, દોસ્ત એવા કંઇં મળ્યા કે દુશ્મની શરમાઇ ગઇ.”

‘દોસ્તીનુ મોહરુ પહેરી દુશ્મની ભરમાવી ગઇ, જીવનપથ પર કંટકોની જાજમ બીછાવી ગઇ’. 

ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં 'નાઝિર',
જે સારા હોય છે તેના તો સૌ સંસ્કાર બોલે છે.

જો મન ભરાઈ ગયું હોય તો ચોખ્ખી ના પાડી દો ને, 
આમય પ્રેમ માં કયાં કોઇ ની ઉપર કેસ થાય છે...

લે નજર મારી ઉધાર આપું,
જો પછી દિવાનગીની શું મજા છે...

ચાલને તારી નફરતો ની હોળી કરીએ ને,
મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ...

આ વેદનાઓ મારી કહો કોને જઇ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે


પ્રેમ ના કરો પક્ષી જેવો,
ઝાડ સુકાય ને ઉડી જાય..
પ્રેમ કરો તો માછલી જેવો,
જળ સુકાય ને મરી જાય.

Gujarati Shayari - 18 ગુજરાતી શાયરી


લોકો અહીં અજીબ છે..
પ્રેમમાં પડવાતો માંગે છે પણ છેક સુધી
તરવા નહી...



જ્યારે કોઈ તમારા પર "આંધળો" ભરોસો રાખે,
ત્યારે તમે સાબિત ના કરતા કે તે ખરેખર "અંધ" છે...!



કોઈક "દોસ્ત" એવા હોય છે.. સાહેબ,
જેને ભુલવા માટે તો "મરવું" પડે હો.....!!


બુદ્ધી "હડતાળ" પર ઉતરે છે... ત્યારે

 જીભ "ઓવર ટાઇમ" કરે છે..!!

આંખ ને પાપ કરતા રોકે..
છતાં...
પોતે કહેવાય પાપણ....!


આ બફારા અને બફારાથી થતા પરસેવાના સમ!
ભીનો  તો તારી લાગણીઓથી જ થાઉં છું..


'હરખ નો હિસાબ નો હોય સાહેબ...'
    અને જ્યાં "હિસાબ" હોય,
      ત્યાં "હરખ" ન હોય...!!

કંઇજ નથી થતુ ધારેલું,
કોઇક કહી ગયુ છે..
જીવન છે જ અણધારેલું...!

આમ તો આકાશ આખું સારું છે પરંતુ,
મારી બારી માંથી દેખાય એટલુ જ મારું છે....!

કાનાને કાજળ આંજ્યે શું ફેર પડે ?
રાધાને ચંદન ચોળ્યે શું ફેર પડે...
મીરાં તો મસ્ત છે શ્યામ રંગમાં
ઝેર કે અમૃત આપ્યે શું ફેર પડે...

"જયારે સમય સારો હોય ત્યારે ભુલ ને પણ હસી કાઢવામાં આવે છે,
          પરંતુ જયારે
 સમય ખરાબ હોય ત્યારે તમારા હાસ્ય માંથી પણ " ભુલ " કાઢવામાં આવે છે."

બધી ઇચ્છાઓ અમારી અધુરી નથી હોતી
દોસ્તોમાં ક્યારેય દુરી નથી હોતી
જેના દિલમાં રેહતા હોય દોસ્ત તમારા જેવા
એમને ધડકનની જરૂરત નથી હોતી.

માણસ વેચાય છે... દાેસ્ત 
કેટલો મોંઘો કે કેટલો સસ્તો?
એ કિંમત તેની મજબૂરી નક્કી કરે છે...

Gujarati Shayari - 17 ગુજરાતી શાયરી


જયારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે
ના લાંબા રીલેશનનો ગર્વ લેતું હોય છે,
ત્યારે એ બીજી વ્યક્તિને જ ખબર હોય છે કે,
એણે એ સબંધ ટકાવવા કેટલી જગ્યાએ થીગડા માર્યા છે. 
દરેક લાંબા રીલેશનની પાછળ,કોઈ એક વ્યક્તિની
આવા સમયસર થીગડા મારવાની કુનેહ જવાબદાર હોય છે...

હું તો પામર માનવી, તારી;  મહાનતાને હું શું જાણું ?

અવકાશની ગહનતાને યે બની શૂન્ય નિહાળું....
જોડી બિંદુ અનેક બનાવ્યો તેં અગાધ સાગર
તેની ય ઊંડાઈ હું પામર તરંગો ગણી માપું.....
કૃપા કર મુજ પર બિંદુ જેટલી  હે ઈશ !
તો આ સચરાચર જગત નો થોડોક તાગ હું પામું !

દયા , દાન ને દાતારી ..
માન , મર્યાદા ને મર્દાનગી !!!
આ બધા લક્ષણો કુળ માં ઊતરી આવે સાહેબ ,,
એ ચોપડા થોડા છે કે વાંચવામાં આવે !!!

એ ભણતર નો શું અર્થ જો આપણે એ રસ્તા ઉપર કચરો ફેકવાના હોઇ જે કાલે સવારે એક અભણ ના હાથે સાફ થવાનો છે


દવા ખિસ્સામાં નહી શરીરમાં જાય તો જ અસર કરે,* *સારા વિચારો પણ મોબાઈલમાં નહિ જીવનમાં ઉતરે તો જ અસર કરે...!

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

દિલો દિમાગ પર બસ તું જ છવાઈ ગયો છે
ખુદમાં પણ હર વખતે તું જ નજર આવે છે

જે વ્યકિતને તમે ચાહો છો એની માફી માંગવામાં... એને મનાવવામાં... કે એનું કહયું કરવામાં તમે કયારેય નાના નથી થઈ જતા. તમે અજાણતાં પણ તમારા પ્રિયજનને દુઃખ પહોંચાડ્યુ હોય કે તમારા કોઈ વર્તનથી તમારા પ્રિયજનને પીડા થઈ હોય તો એ દુઃખ કે પીડાને માફીના બે શબ્દોથી લૂછી નાખવામાં તમને જ સુખ મળશે એટલું યાદ રાખજો. 

ક્ષણે ક્ષણે પ્રતીક્ષા છે,
નજર જુવે રાહ,
આવો તો પાથરી દઉં,
ગુલાબી ચાદરની રાહ...

ગમે તેવી મહોબ્બત હો, બરાબર મેં પીછાણી છે,
તમે હો તો હકીકત છે ને ના હો તો કહાણી છે.
અરે મારી ગરીબીની જરા ધૃષ્ટતા તો જો,
નથી રાજા, છતાં કહું છું તને-તું મારી રાણી છે.

એક પાનું કોરું રાખ્યું હતુ મે મારી જીંદગી નું ,
એ પણ તેં તારી મીઠી યાદો થી ભીંજવી દીધું 

મારા કારણે હજી કોઈ દુઃખી નથી થયું..
કારણ હજી હું એટલો સુખી નથી થયો....

નથી મળતું બધુજ જીવનમાં જે પણ તમને ગમતું હોય છે, તેથીજ કદાચ ઇશ્વર સામે માથું સૌનું નમતું હોય છે.

"ખોવાય" ગયેલ વ્યકતી મળી શકે,  પણ
"બદલાય" ગયેલ વ્યકતી કયારેય મળતી નથી...!

મોટા માણસના "અભિમાન" કરતાં...
નાના માણસની "શ્રદ્ધા" ધાર્યું કામ કરી જાય છે...!

કોઈના થી ફક્ત આટલું "નારાજ" થવું,
કે એને તમારી "કમી" મહેસુસ થાય,
ન કે તમારા "વિના" જીવતા શીખી જાય...

જીવન તો "નદી" ની માફક વહેતું જ રહેવા નું,

તમે પણ જો "વહેશો" તો જીવશો અને "અટકશો" તો ડૂબી જાસો

વિશ્વાસ અને પ્રાર્થના આત્માનાં બે વિટામીન છે. કોઈ પણ વ્યક્તિ આની વગર સ્વસ્થ જીવન જીવી શકે નહીં.

બારણું વાસતાં ભેજ નડે તો ચોમાસાને દોષ ના દેશો
કદાચ થોડી ઘણી યાદો હજી ઉંબરે બેઠી હશે ..

એક સીધી લીટી ફૂટપટ્ટી વગર આંકી જુઓ,
સમજાઈ જશે કે...સરળ બનવું કે સરળ કરવું
ધારીએ તેટલું સરળ નથી !

પ્રેમ તો એ છે કે.........!!સાહેબ
જયારે એ સાંજના મળવાનો વાયદો કરે...!!
અને હું દિવસ આખો...!!
સૂરજ હોવાનો અફસોસ કરૂં...

Gujarati Shayari - 16 ગુજરાતી શાયરી


તારી છાયાનો ફકત
અંધકાર લઇ ને શું કરું..?
પારકો જે થઇ ગયો છે
એ પ્યાર લઇ ને શું કરું..?

દરીયા કીનારાની રેતી જેવી જીંદગીમા કોઈ નું નામ ના લખો.
ને લખો તો પ્રભુ તમને વિનંતી છે કે તેના નસીબ મા તોફાન ના લખો..


હશે વાતાવરણ સાથે
તમારે ગાઢ સંબંઘો,
કરું છું યાદ તમને તો અહીં
વરસાદ વરસે છે.


કાશ! સડકોની જેમ જીંદગીના રસ્તા ઓ પર પણ લખાયેલુ હોય કે
આગળ ભયજનક વળાંક છે જરા સાચવીને

"હુ છુ ને તારી સાથે"
કેટલુ સુંદર વાકય છે!!
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.


સપનાં વાવ્યાં હતાં પાંપણે,
આંખ ખૂલતાં જ ચૂરા થયા ;
દોસ્ત એવાં સફરમાં મળ્યાં,
ઢાલ કોઈ, કોઈ છૂરા થયાં.

હૃદય ના દર્દો ની વાતો કદિ છાનિ નથિ રેહતિ,હૃદય ગભરાય છે ત્યારે નયન ભિંજાય છે....

એ ભણતર નો શું અર્થ જો આપણે એ રસ્તા ઉપર કચરો ફેકવાના હોઇ જે કાલે સવારે એક અભણ ના હાથે સાફ થવાનો છે..

દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે?
સંગાથમાં તું હોય ને વરસાદ ન આવે!

શાયર લખે તો શું લખે આ જિંદગીની વાત,
ગઝલોમાં સીધો આંસુનો અનુવાદ ન આવે!

શબ્દો મારા આમ તો છે એકદમ સીધા ને સરળ,
સમજે તું જો..!!
તો લાગણી, નહીં તો એ કાળા અક્ષર...!!

જેને "હૂં" ની હવા લાગી,
એને નાં દવા લાગી, નાં દુવા લાગી...


એમણે કહ્યું કે હૃદયમાં
         મને રાખો,
મે કહ્યું કે  લ્યો હૃદય જ
         તમે રાખો..!!!

શ્યામના અંત:કરણમાં જો કદી ચીરા મળે;
બાવરી થૈ નાચતી જોવા પછી મીરાં મળે.

જિંદગી પરસેવાથી માંજી છે ભાઈ,
એટલે તો આટલી ચમકી છે ભાઈ.