Google Search

Sunday, July 15, 2018

Gujarati Shayari - 1 ગુજરાતી શાયરી

બાળપણ જ સારું હતું  જ્યાં એક કીટ્ટા અને બુચ્ચામાં સંબંધો સુધરી જતા, હવે તો માફી માંગવા છતાંયે સંબધોમાં કડવાશ રહી જાય છે.

વ્હાલી...
દીવાલ પર ટાંગેલી ઘડિયાળ અને....
મારા હદય ના ધબકાર,
બંનેનું એક જ કાર્ય છે
ફક્ત તમારો ઇન્તેઝાર....
જિંદગીના છેલ્લા શ્વાસ સુધી...

"વિચારપુષ્પ"
ન "ભાવતાને" પણ "નભાવતા" આવડે તો,
આ જીવન નંદનવન બની જાય.

અત્તર થી કપડાં મહેકાવવા  ....
એ કોઈ મોટી વાત નથી સાહેબ....
મજા તો ત્યારે આવે જયારે
તમારા કિરદાર માં થી મહેક આવે ......!!!

ઇશ્વરની ઉપર પણ ઇશ્વર હોવો જોઇએ,
ઇશ્વરને પણ કોઇકનો ડર હોવો જોઇએ!

No comments:

Post a Comment