Google Search

Friday, August 3, 2012

સજા મળતી લાગે છે.


વાત કોઇ ખાસ હવે ફરતી લાગે છે,
સંબંધો બધાય હવે શરતી લાગે છે.
નિયમ અને રિવાજો ભરેલી આ નાવ,
સમાજના બંધનના સમંદરમાં તરતી લાગે છે
વફાદારીની વાતો બસ ખાલી વાતો છે, ને
આંખથી શરમનો ભાવ સાવ સસ્તો લાગે છે.
પ્રણયના નામે હવે તો વ્યાપાર થઇ ગયો છે,
વફાના નફામાં ખોટની હવે ભરતી લાગે છે.
ચકાસવા પડે છે એવા ગુણધર્મને,
એમની વાતોમાંયે હવે અચરજ લાગે છે.
મહોબ્બતના વાતાવરણ
હજુય વિષાદમય જ લાગ છે.
ભરવસંતે હવે પાનખર
કદાચ જામતી લાગે છે
નામ પ્રેમનું લઇશ નહીં આ રીતે
પ્રેમમાં પણ હવે બદનામીની આગ
ઝરતી લાગે છે.
ચાહતની દુનિયામાં સવાલ નહીં,
જવાબ નહીંકંઇ જ નહીં,
બસ તું અને હું
ને વાત કંઇક બનતી લાગે છે.
સાચો જ કરીશ પ્રેમ તો સમજાઇ જશે,
હૃદયની વાત આંખમાં ક્યાંક સળવળતી લાગે છે.
દોસ્ત તમારા હાસ્યની જેમ,
ભાગ્યને હાથની રેખાઓમાં જુઓ,
તો કરગરતી લાગે છે.
તારા અસ્તિત્વનો અર્થ શું?
જ્યારે મારા જ કર્મની સજા
શાયદ મને મળતી લાગે છે.
-મીના પરમાર, (નડિયાદ)

No comments:

Post a Comment