આ સાંજ સજની મનપસંદ છે
આ હવા ગુલાબી મનપસંદ છે
આ હવા ગુલાબી મનપસંદ છે
પ્યાલામાં તરતા બરફના ટુકડા
તળીયાનો દાનાવળ મનપસંદ છે
તળીયાનો દાનાવળ મનપસંદ છે
આંગળીને ટેરવે જાણે દિવા ઉગ્યા
દિવાલ પરના ડાઘા મનપસંદ છે
દિવાલ પરના ડાઘા મનપસંદ છે
કોઈ મજબુરી હશે કે રવિ રોજ ઉગે
એની આવન જાવન મનપસંદ છે
એની આવન જાવન મનપસંદ છે
ઝંખના અમને કોઈની નથી “ઝાઝી”
બંધ આંખોના પગરવ મનપસંદ છે
બંધ આંખોના પગરવ મનપસંદ છે
- ચિરાગ ઝા “ઝાઝી”
No comments:
Post a Comment