Google Search

Friday, August 3, 2012

ક્લીયુગ


નૂર આંખનુ ઉડાડી પુછે છે મંઝર કેમ છે?
પુષ્પ પ્રેમનું કરમાવી પુછે છે કેમ છે?
ગઈ છે રાત વીતી હજી અંધારુ કેમ છે?
મારી વ્યથા થઈ જગ-જાહેર કેમ છે?
શાંતી ના હાથમા આ ખંજર કેમ છે?
પ્રેમ થયો ફૂલોને કાંટાથી કેમ છે?
નિત્યને અનિત્યની આશ કેમ છે?
મનુષ્યોને લોહીની પ્યાસ કેમ છે?
શમસાનમા ઢોલ-ત્રાંસો કેમ છે?
મંદિરમા દેવોના રુંધતા શ્વાસ કેમ છે?
ડાકણોએ સજ્યો સણગાર કેમ છે?
દેવીઓના ચેહરા ઉદાસ કેમ છે?
શ્વાનોને મળ્યા માન-પાન કેમ છે?
હંસો કરતા થયા ચિત્કાર કેમ છે?
સંયમમા ભળ્યો વિકાર કેમ છે?
ખુદ કાળનો થયો શીકાર કેમ છે?
માનવતા રડતી ચૌધાર કેમ છે?
કલીયુગ વરસે અનરાધાર કેમ છે?
- “શબ્દ્શ્યામ” ક્રુત

No comments:

Post a Comment