અગાશીના લંબચોરસ બાંકડે બેસી
બાજુમાં ઊભેલી નાળિયેરીની
ખરબચડી ગલીપચી અનુભવતો…..
બાજુમાં ઊભેલી નાળિયેરીની
ખરબચડી ગલીપચી અનુભવતો…..
અમસ્તા અમસ્તા
ઉભડક ઊગેલાં જાંબલી ફૂલોના ખભે
માથું ટેકવી
ઊંઘણશી આકાશને આત્મસાત કરતો….
ઉભડક ઊગેલાં જાંબલી ફૂલોના ખભે
માથું ટેકવી
ઊંઘણશી આકાશને આત્મસાત કરતો….
દૂરદૂરના દોડાદોડ કરતા
એકમેકને ખંજવાળતાં મકાનોની રમઝટ સૂંઘતો…
એકમેકને ખંજવાળતાં મકાનોની રમઝટ સૂંઘતો…
હાંફળા-ફાંફળા
પગ પાસે ઢગલો થઈ પડેલા પડછાયાઓના
હોંકારા-પડકારાઓ સાંભળતો…
પગ પાસે ઢગલો થઈ પડેલા પડછાયાઓના
હોંકારા-પડકારાઓ સાંભળતો…
લટાર મારવા નીકળેલા પવનમાં
આંખો ઝબોળી….
આંખો ઝબોળી….
ભીનાં ટપ ટપ થતાં દશ્યોમાં
અનેકાનેક સદીઓના ધબકારા કંડારતો…..
અનેકાનેક સદીઓના ધબકારા કંડારતો…..
હું…. જ્યારે
અગાશીના લંબચોરસ ઉપર બેઠો હોઉં છું… ત્યારે
મારામાંથી જ વહી નીકળે છે –
એક વૃક્ષ….
એક આકાશ….
એક આખ્ખેઆખ્ખો અવકાશ અને
બચપણના ગુંજામાં સંતાડેલો
એક ઉંઘરેટો… સૂર્ય…..
અગાશીના લંબચોરસ ઉપર બેઠો હોઉં છું… ત્યારે
મારામાંથી જ વહી નીકળે છે –
એક વૃક્ષ….
એક આકાશ….
એક આખ્ખેઆખ્ખો અવકાશ અને
બચપણના ગુંજામાં સંતાડેલો
એક ઉંઘરેટો… સૂર્ય…..
– શ્રીકાન્ત શાહ
No comments:
Post a Comment