Google Search

Sunday, August 12, 2012

ખીલું ખીલું કરતાં માસૂમ ગુલ સૂમ શિક્ષક ને સોંપાણા



કારાગાર સમી શાળા ના કાઠ ઉપર ખડકાણાં !

વસંત વર્ષા ગ્રીષ્મ શરદ નાં ભેદ બધાય ભૂલાણાં ;

જીવનમોદ તણા લઘુતમ માં પ્રગતિપદ છેદાણાં!

હર્ષઝરણ લાખો હૈયાનાં ઝબક્યાં ત્યાં જ ઝલાણાં;

લાખ ગુલાબી સ્મિત ભાવિનાં વણવિકસ્યા જ સૂકાણાં !

તે દિન આંસુભીના રે , હરિ ના લોચનિયાં મે દીઠા !

- કરસનદાસ માણેક

No comments:

Post a Comment