Google Search

Friday, August 3, 2012

દૈનિક પત્રો


કોણ કહે છે આ દૈનિકપત્રો છે ?
આ તો વિષ ભરેલા કટોરા છે.
માતમની મહેફીલ રોજ મનાવે છે
ચ્હા સવારની કાયમ બગાડે છે.
દાવાઓ સત્યના પ્રચારના થાય છે
પણ જૂઠાણાઓની ભરમાર હોય છે.
પેલા કસાઈથી પણ વધારે ક્રૂર છે
ઝેર આપે છે રોજ, મારે છે ધીરે ધીરે
બિચારા ઉકરડાને શા માટે ભાંડો છો ?
કચરો તો દુનિયાભરનો
તમારી આંખ આગળ પડેલ છે !
– ગોવિંદ શાહ

No comments:

Post a Comment