Google Search

Friday, August 3, 2012

ત્રિપદી


કોઈ પગલાં સચવાયા,કોઈ ભુંસાયા,
આ તો સ્મરણોની સડક હતી,
નિત નવા પગલાં અંકાયા.
*****
કરતાં ક્ષિતિજનો પીછો,
અમે પહોંચ્યા કેટકેટલા પડાવો પર,
હવે જિંદગીને ફરક નથી ઉતારો-ચઢાવ પર.
******
બસ, એટલું અમે પામ્યા દિલની મજાર પર,
સઘળું ગુમાવી આજે અમે ઊભા છીએ,
સ્વપ્નોના ભંગાર પર.
– મનિષા ‘અસ્મિ’

No comments:

Post a Comment