Google Search

Sunday, August 12, 2012

ઊપડ્યા લઇ પયગામ



ઊપડ્યા લઇ પયગામ,
હંસલા! સરવરનીલ સલામ;
ગગનવિશાળા ગામ
હંસલા! સરવરનીલ સલામ

અમે રહ્યાં સરવર ને સામા,
સાગર ર્ યા બેફામ;
તમે અતિથિ અનહદ જાતા
કુરનિસ-ભર સલામ. – હંસલા! …

પવન સ્હેજો ને ઘનને કહેજો
વીજશિખર પર ધામ;
તમે તમારા ઘોડલે
બનજો બિન લગામ. – હંસલા! …

ઊપડ્યા લઇ પયગામ,
ગગનવિશાળા ગામ – હંસલા! …

- દામોદર ભટ્ટ ‘સુધાંશુ’

No comments:

Post a Comment