Google Search

Monday, July 16, 2018

Gujarati Shayari - 16 ગુજરાતી શાયરી


તારી છાયાનો ફકત
અંધકાર લઇ ને શું કરું..?
પારકો જે થઇ ગયો છે
પ્યાર લઇ ને શું કરું..?

દરીયા કીનારાની રેતી જેવી જીંદગીમા કોઈ નું નામ ના લખો.
ને લખો તો પ્રભુ તમને વિનંતી છે કે તેના નસીબ મા તોફાન ના લખો..


હશે વાતાવરણ સાથે
તમારે ગાઢ સંબંઘો,
કરું છું યાદ તમને તો અહીં
વરસાદ વરસે છે.


કાશ! સડકોની જેમ જીંદગીના રસ્તા  પર પણ લખાયેલુ હોય કે
આગળ ભયજનક વળાંક છે જરા સાચવીને

"હુ છુ ને તારી સાથે"
કેટલુ સુંદર વાકય છે!!
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.


સપનાં વાવ્યાં હતાં પાંપણે,
આંખ ખૂલતાં ચૂરા થયા ;
દોસ્ત એવાં સફરમાં મળ્યાં,
ઢાલ કોઈ, કોઈ છૂરા થયાં.

હૃદય ના દર્દો ની વાતો કદિ છાનિ નથિ રેહતિ,હૃદય ગભરાય છે ત્યારે નયન ભિંજાય છે....

ભણતર નો શું અર્થ જો આપણે રસ્તા ઉપર કચરો ફેકવાના હોઇ જે કાલે સવારે એક અભણ ના હાથે સાફ થવાનો છે..

દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે?
સંગાથમાં તું હોય ને વરસાદ આવે!

શાયર લખે તો શું લખે જિંદગીની વાત,
ગઝલોમાં સીધો આંસુનો અનુવાદ આવે!

શબ્દો મારા આમ તો છે એકદમ સીધા ને સરળ,
સમજે તું જો..!!
તો લાગણી, નહીં તો કાળા અક્ષર...!!

જેને "હૂં" ની હવા લાગી,
એને નાં દવા લાગી, નાં દુવા લાગી...


એમણે કહ્યું કે હૃદયમાં
         મને રાખો,
મે કહ્યું કે  લ્યો હૃદય
         તમે રાખો..!!!

શ્યામના અંત:કરણમાં જો કદી ચીરા મળે;
બાવરી થૈ નાચતી જોવા પછી મીરાં મળે.

જિંદગી પરસેવાથી માંજી છે ભાઈ,
એટલે તો આટલી ચમકી છે ભાઈ.

No comments:

Post a Comment