જયારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે
ના લાંબા રીલેશનનો ગર્વ લેતું હોય છે,
ત્યારે એ બીજી વ્યક્તિને જ ખબર હોય છે કે,
એણે એ સબંધ ટકાવવા કેટલી જગ્યાએ થીગડા માર્યા છે.
દરેક લાંબા રીલેશનની પાછળ,કોઈ એક વ્યક્તિની
આવા સમયસર થીગડા મારવાની કુનેહ જવાબદાર હોય છે...
હું તો પામર માનવી, તારી; મહાનતાને હું શું જાણું ?
અવકાશની ગહનતાને યે બની શૂન્ય નિહાળું....
જોડી બિંદુ અનેક બનાવ્યો તેં અગાધ સાગર
તેની ય ઊંડાઈ હું પામર તરંગો ગણી માપું.....
કૃપા કર મુજ પર બિંદુ જેટલી હે ઈશ !
તો આ સચરાચર જગત નો થોડોક તાગ હું પામું !
દયા , દાન ને દાતારી ..
માન , મર્યાદા ને મર્દાનગી !!!
આ બધા લક્ષણો કુળ માં ઊતરી આવે સાહેબ ,,
એ ચોપડા થોડા છે કે વાંચવામાં આવે !!!
એ ભણતર નો શું અર્થ જો આપણે એ રસ્તા ઉપર કચરો ફેકવાના હોઇ જે કાલે સવારે એક અભણ ના હાથે સાફ થવાનો છે
દવા ખિસ્સામાં નહી શરીરમાં જાય તો જ અસર કરે,* *સારા વિચારો પણ મોબાઈલમાં નહિ જીવનમાં ઉતરે તો જ અસર કરે...!
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,
દિલો દિમાગ પર બસ તું જ છવાઈ ગયો છે
ખુદમાં પણ હર વખતે તું જ નજર આવે છે
જે વ્યકિતને તમે ચાહો છો એની માફી માંગવામાં... એને મનાવવામાં... કે એનું કહયું કરવામાં તમે કયારેય નાના નથી થઈ જતા. તમે અજાણતાં પણ તમારા પ્રિયજનને દુઃખ પહોંચાડ્યુ હોય કે તમારા કોઈ વર્તનથી તમારા પ્રિયજનને પીડા થઈ હોય તો એ દુઃખ કે પીડાને માફીના બે શબ્દોથી લૂછી નાખવામાં તમને જ સુખ મળશે એટલું યાદ રાખજો.
ક્ષણે ક્ષણે પ્રતીક્ષા છે,
નજર જુવે રાહ,
આવો તો પાથરી દઉં,
ગુલાબી ચાદરની રાહ...
ગમે તેવી મહોબ્બત હો, બરાબર મેં પીછાણી છે,
તમે હો તો હકીકત છે ને ના હો તો કહાણી છે.
અરે મારી ગરીબીની જરા ધૃષ્ટતા તો જો,
નથી રાજા, છતાં કહું છું તને-તું મારી રાણી છે.
એક પાનું કોરું રાખ્યું હતુ મે મારી જીંદગી નું ,
એ પણ તેં તારી મીઠી યાદો થી ભીંજવી દીધું
મારા કારણે હજી કોઈ દુઃખી નથી થયું..
કારણ હજી હું એટલો સુખી નથી થયો....
નથી મળતું બધુજ જીવનમાં જે પણ તમને ગમતું હોય છે, તેથીજ કદાચ ઇશ્વર સામે માથું સૌનું નમતું હોય છે.
"ખોવાય" ગયેલ વ્યકતી મળી શકે, પણ
"બદલાય" ગયેલ વ્યકતી કયારેય મળતી નથી...!
મોટા માણસના "અભિમાન" કરતાં...
નાના માણસની "શ્રદ્ધા" ધાર્યું કામ કરી જાય છે...!
કોઈના થી ફક્ત આટલું "નારાજ" થવું,
કે એને તમારી "કમી" મહેસુસ થાય,
ન કે તમારા "વિના" જીવતા શીખી જાય...
જીવન તો "નદી" ની માફક વહેતું જ રહેવા નું,
તમે પણ જો "વહેશો" તો જીવશો અને "અટકશો" તો ડૂબી જાસો
વિશ્વાસ અને પ્રાર્થના આત્માનાં બે વિટામીન છે. કોઈ પણ વ્યક્તિ આની વગર સ્વસ્થ જીવન જીવી શકે નહીં.
બારણું વાસતાં ભેજ નડે તો ચોમાસાને દોષ ના દેશો
કદાચ થોડી ઘણી યાદો હજી ઉંબરે બેઠી હશે ..
એક સીધી લીટી ફૂટપટ્ટી વગર આંકી જુઓ,
સમજાઈ જશે કે...સરળ બનવું કે સરળ કરવું
ધારીએ તેટલું સરળ નથી !
પ્રેમ તો એ છે કે.........!!સાહેબ
જયારે એ સાંજના મળવાનો વાયદો કરે...!!
અને હું દિવસ આખો...!!
સૂરજ હોવાનો અફસોસ કરૂં...
No comments:
Post a Comment