Google Search

Sunday, July 15, 2018

સિંહની પરોણાગત...

રીંછ એક્લુ ફરવા ચાલ્યું, હાથમા લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા તો આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો બોલ્યુ મીઠા વેણ,
મરે ઘેર પધારો રાણા રાખો મારુ કહેણ.

હાડ ચામડાં બહુ બહુ ચૂંથ્યાં ચાખોજી મધ મીઠું,
નોંતરું દેવા આવ્યો તમને આજે મુખડું દીઠું.

રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ,
સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ.

ઘર આ મારુ તમે જમો સુખેથી મધની લૂમે લૂમ,
ખાવાં જાતાં રાણાજીએ પાડી બૂમે બૂમ.

મધપૂડાનુ વન હતુ એ નહી માખોનો પાર,
બટકું પુડો ખાવાં જાતાં વળગી ભારો ભાર.

આંખે,મોઢે,જીભે,હોઠે ડંખ ઘણેરા લાગ્યા,
ભાગો બાપરે કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એક્લુ ફરવા ચાલ્યું, હાથમા લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા તો આફત ટાળી મોટી.

Gujarati Shayari - 12 ગુજરાતી શાયરી

આજે દુનિયામાં કેટલું ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
"આને તો મર્યા પછી પણ લીલા લહેર છે.."



તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.

હર એક શ્વવાશમા તારિ યાદ મુકુ છુ.
મારાથિ વધારે વિશ્વવાસ તારા મા મુકુ છુ.
સાચવજે મારા વિશ્વવાસ ને જતન થિ
મારા શ્વવાશને તારા વિશ્વવાસે મુકુ છુ.

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

'બેફામ' તોયે કેટલું થાકી જવું પડ્યું ?નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

ફર્ક શૂરા માં ને ઝહેર માં એક જ હતો,
એક હાથ સાહીનો હતો,ને એક આપનો.......

પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..
ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,
નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું...
"શુન્ય પાલનપુરી

મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા............


બસ દુર્દશા નો એટલો આભાર હોય છે,
જે ને મળુ છુ, એ મુજ થી સમજદાર હોય છે.
ટોળે વળે છે કોઇ ની દિવાનગી ઉપર,
દુનિયા ના લોકો કેવા સમજદાર હોય છે.
કાયમ જો રહી જાય તો પયંગબરી મળે,
દિલ મા જે એક દર્દ કોઇક વાર હોય છે!
જાણે હોય છે સૌ ગરીબ કે વસ્તુ બધી 'મરીઝ'
ઈશ્વર થી પણ, વિશેષ નિરાકાર હોય છે.
'મરીઝ'

Gujarati Shayari - 11 ગુજરાતી શાયરી

રાતે ઉંઘ ન આવે, દીવસે એવા વ્યવહાર ન કરવા

જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા, સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.

તબીબ છું હું તો પોતે, શું દર્દ હોય મને?
શું કહેવું લોકને મારે? ગઝલ લખું છું હું.


જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે!
દરેક વણાંક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર,
જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે!

સપના નહી પણ તમારો વીચાર આપજો,
તમારા મા એક થૈ શકે તે પ્રેમ આપજો.
હુ એક નહિ પણ અનેક જન્મ જીવી લૈશ,
જીદગી મા એક વાર તમારો વીશ્વાસ આપજો.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
બેફામ

તકદીર મા નથી તે વાત માગી છે,
જે મળવાના નથી તેમની મુલાકાત માગી છે.
પ્રેમ ની દુનીયા ને ભલે પાગલ કહેતા લોકો,
મે તો સુરજ પાસે પણ રાત માગી છે......

દિલ આપતા તમોને આપી દીધુ,
પામતા પાછું, અમે માપી લીધુ.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું,
છતાંચારે તરફથી કેટલું કાપી લીધુ...


સબધો ના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતુ,
એમા જોડણી ની ભુલ કોઇ શોધી નથી શક્તુ.
ખુબ સરળ હોય છે વાકય રચના એની,
છતા પણ એમા પુરણવીરામ કોઇ મુકી નથી શકતુ.

આપનું મુખ જોઇ મનમાં થાય છે,

આપનું મુખ જોઇ મનમાં થાય છે,

ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.

આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,

આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,

આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવાતે છતાંયે

ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,

ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

‘આદિલ’

Gujarati Shayari - 10 ગુજરાતી શાયરી

નવુ કોઇ ના મળે તો ચાલશે,
મળેલા ખોવાઇ ના જાય તે જો જો...

જિંદગી આપણને સારા દોસ્ત આપે છે,
પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે !!!

પ્રેમની વ્યાખ્યામાં શું લખું,
મારા માં છે તું,
વધારે શું લખું.

સાચા મિત્રો એ જ છે,
જેની સાથે બિન્દાસ્ત ગમે તે વાત* *કરી શકાય !!

નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર,
મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી. ...😊

એ જિંદગી તારા લક્ષ્યને સલામ છે
ખબર છે કે મંજિલ મૌત છે,
તો પણ તું દોડતી રહે છે.

Gujarati Shayari - 9 ગુજરાતી શાયરી

વીતતી નથી ક્ષણો આજે પણ એવર્ષો જૂની,,
શું કહું વાત તમને પ્રથમ મુલાકાતની...

ભલેને આજ મારી હાજરીમાં ચૂપ છે લોકો;
નહીં હું હોઉં એ વખતે બધા કહેશે કથા મારી.

એને યાદ કરી ને રોજ એક હુ ભુલ કરુ છુ👈
રીપ્લાય ના મલવા છતા,
હુ  રોજ એને મેસેજ કરુ છુ🥀💔

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે

હૈયું જો રાખવું હોય હળવુંફૂલ,
તો કદી ન જુઓ કોઈની ભુલ.

લોહીમાં મીઠાશ વધ્યાની ચિંતા ઘણી વાર કરી,
જીભમાં તીખાશ વધ્યાની ચિંતા ક્યારેય કરી છે ખરી ???

Gujarati Shayari - 8 ગુજરાતી શાયરી

લાગણીઓ  મૃત  પાંમી છે તારા વિના આ શહેરમાં,
પીડાઓ  ખૂબ  જાજી  છે  તારા વિના આ શહેરમાં.
તમે  ગયા છો જ્યારથી, ખુશ્બૂ  ફૂલોમાં  રહી  નથી,
તરસ ખુદ જળને લાગી છે તારા વિના આ શહેરમાં.

નાની વાતે પણ ખોટુ લગાડી જાય... એ દોસ્ત હોય છે.

સોરી કહયા વિના પણ મનાવી જાય... એ દોસ્ત હોય છે.

જે વગર વાંકે ધમકાવી જાય... એ દોસ્ત હોય છે.

જે તમારી મયૉદા નિભાવી જાય... એ દોસ્ત હોય છે.

જેનો વિશ્ર્વાસ તમને ટકાવી જાય.... એ દોસ્ત હોય છે.

તમારી ખુબી નઈ ખામી પર વારી જાય... એ દોસ્ત હોય છે

જે વગર બોલાવે આવી જાય.. એ દોસ્ત હોય છે.

સારા માણસો ની
એક ખરાબ આદત હોય છે...
એ સબંધો તોડતા નથી
ઓછા કરી નાંખે છે...

વિચારો તો હંમેશા
શ્રેષ્ઠ જ હોવા જોઈએ,
કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે
પણ દ્રષ્ટિકોણનો નહીં !!