લાગણીઓ મૃત પાંમી છે તારા વિના આ શહેરમાં,
પીડાઓ ખૂબ જાજી છે તારા વિના આ શહેરમાં.
તમે ગયા છો જ્યારથી, ખુશ્બૂ ફૂલોમાં રહી નથી,
તરસ ખુદ જળને લાગી છે તારા વિના આ શહેરમાં.
નાની વાતે પણ ખોટુ લગાડી જાય... એ દોસ્ત હોય છે.
સોરી કહયા વિના પણ મનાવી જાય... એ દોસ્ત હોય છે.
જે વગર વાંકે ધમકાવી જાય... એ દોસ્ત હોય છે.
જે તમારી મયૉદા નિભાવી જાય... એ દોસ્ત હોય છે.
જેનો વિશ્ર્વાસ તમને ટકાવી જાય.... એ દોસ્ત હોય છે.
તમારી ખુબી નઈ ખામી પર વારી જાય... એ દોસ્ત હોય છે
જે વગર બોલાવે આવી જાય.. એ દોસ્ત હોય છે.
સારા માણસો ની
એક ખરાબ આદત હોય છે...
એ સબંધો તોડતા નથી
ઓછા કરી નાંખે છે...
વિચારો તો હંમેશા
શ્રેષ્ઠ જ હોવા જોઈએ,
કારણ કે દ્રષ્ટિનો ઈલાજ શક્ય છે
પણ દ્રષ્ટિકોણનો નહીં !!
No comments:
Post a Comment