Google Search

Sunday, July 15, 2018

Gujarati Shayari - 11 ગુજરાતી શાયરી

રાતે ઉંઘ ન આવે, દીવસે એવા વ્યવહાર ન કરવા

જોઈ કુબેરી ભાગ્ય હથેળીમાં ખુશ ન થા, સંભવ છે ખાલી હાથનો કિસ્સો ફરી બને.

તબીબ છું હું તો પોતે, શું દર્દ હોય મને?
શું કહેવું લોકને મારે? ગઝલ લખું છું હું.


જીન્દગી જાણે કૅટલા વણાંક આપે છે!
દરેક વણાંક પર નવા સવાલ આપે છે,
શોધતા રહીયે આપણે જવાબ જીન્દગી ભર,
જવાબ મળે તો જીન્દગી સવાલ બદલી નાંખે છે!

સપના નહી પણ તમારો વીચાર આપજો,
તમારા મા એક થૈ શકે તે પ્રેમ આપજો.
હુ એક નહિ પણ અનેક જન્મ જીવી લૈશ,
જીદગી મા એક વાર તમારો વીશ્વાસ આપજો.

કદર બેફામ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
બેફામ

તકદીર મા નથી તે વાત માગી છે,
જે મળવાના નથી તેમની મુલાકાત માગી છે.
પ્રેમ ની દુનીયા ને ભલે પાગલ કહેતા લોકો,
મે તો સુરજ પાસે પણ રાત માગી છે......

દિલ આપતા તમોને આપી દીધુ,
પામતા પાછું, અમે માપી લીધુ.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું,
છતાંચારે તરફથી કેટલું કાપી લીધુ...


સબધો ના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતુ,
એમા જોડણી ની ભુલ કોઇ શોધી નથી શક્તુ.
ખુબ સરળ હોય છે વાકય રચના એની,
છતા પણ એમા પુરણવીરામ કોઇ મુકી નથી શકતુ.

No comments:

Post a Comment