Google Search

Sunday, July 15, 2018

Gujarati Shayari - 12 ગુજરાતી શાયરી

આજે દુનિયામાં કેટલું ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
"આને તો મર્યા પછી પણ લીલા લહેર છે.."



તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.

હર એક શ્વવાશમા તારિ યાદ મુકુ છુ.
મારાથિ વધારે વિશ્વવાસ તારા મા મુકુ છુ.
સાચવજે મારા વિશ્વવાસ ને જતન થિ
મારા શ્વવાશને તારા વિશ્વવાસે મુકુ છુ.

આ યાદ છે આપની કે યાદોમાં આપ છો ?
આ સપના છે આપના કે સપનાઓમાં આપ છો ?
અમે નથી જાણતા અમને બસ એટલું તો કહો,
અમે જાન છીએ આપની કે આપ અમારી જાન છો ? ? ?

'બેફામ' તોયે કેટલું થાકી જવું પડ્યું ?નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી

ફર્ક શૂરા માં ને ઝહેર માં એક જ હતો,
એક હાથ સાહીનો હતો,ને એક આપનો.......

પડાઘાતી એક શબ્દની અણબૂઝ વાત છુ,
ભણકાર કહી રહ્યા છે હજી હું હયાત છું..
ઇશ્વર નથી કે શબ્દથી જકડી શકો મને,
નીર્મોહી શૂન્ય છું, અને તે પણ અજાત છું...
"શુન્ય પાલનપુરી

મુહોબ્બતના સવાલોના કોઈ જવાબ નથી હોતા,
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા,
મળે છે કોઈ એક જ પ્રેમી ને સચી લગન દીલ ની,
બધાયે ઝેર પીનારા ઓ કૈં શંકર નથી હોતા............


બસ દુર્દશા નો એટલો આભાર હોય છે,
જે ને મળુ છુ, એ મુજ થી સમજદાર હોય છે.
ટોળે વળે છે કોઇ ની દિવાનગી ઉપર,
દુનિયા ના લોકો કેવા સમજદાર હોય છે.
કાયમ જો રહી જાય તો પયંગબરી મળે,
દિલ મા જે એક દર્દ કોઇક વાર હોય છે!
જાણે હોય છે સૌ ગરીબ કે વસ્તુ બધી 'મરીઝ'
ઈશ્વર થી પણ, વિશેષ નિરાકાર હોય છે.
'મરીઝ'

No comments:

Post a Comment