Google Search

Sunday, May 20, 2012

હેલ્થ ટિપ્સ : ડૉ. હરીશ ઠક્કર - Health Tips.


  • જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી, લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુ:ખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે.
  • ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે.
  • કડવા લીમડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી પેટના કૃમિ નીકળી જાય છે.
  • તુલસીના બીજનો ઉકાળો બનાવીને પીવાથી માસિક નિયમિત-યોગ્યમાત્રામાં આવે છે.
  • ભોજન લીધા પછી રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ થતો નથી.
  • રોજરાત્રે મધ, લીંબુ, ગ્લિસરીન અને ગુલાબજળ મેળવી, પેસ્ટ જેવું બનાવી ત્વચા પર ઘસીને માલિશ કરવાથી ત્વચા સુંવાળી બને છે.
  • અજમો અને લસણને સરસવના તેલમાં પકાવી, તે તેલની માલિશ કરવાથી શરીરના દુ:ખાવા મટે છે.
  • બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ મેળવી વાળના મૂળમાં લગાડી અડધો કલાક રહેવા દઈ વાળ ધોવાં. આ પ્રયોગ નિયમિતરૂપે કરવાથી વાળની તમામ સમસ્યા દૂર થાય છે.
  • દાડમની છાલને પાણીમાં પીસી તેની પેસ્ટ બનાવી વાળમાં રાત્રે લગાવીને સવારે વાળ ધોઈ નાંખવા. આ પ્રયોગથી વાળની જૂ અને લીખ મરી જાય છે.
  • આંબાના પાનની ભસ્મ બનાવી દાઝેલા સ્થાન પર ઘી સાથે લગાવવાથી રાહત રહે છે.
  • ફુદીનાના પાન ચૂસવાથી કે મોઢામાં રાખી ચાવવાથી હેડકી તરત બંધ થાય છે.
  • કાળામરીના ચૂર્ણને ઘીમાં મેળવી શરીર પર લગાવવાથી પિત્તની તકલીફ મટે છે.
  • ગાયના દૂધની સાથે આમળાના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી આંખનું તેજ વધે છે.
  • જરૂર પૂરતાં તેજપત્રને પીસી માથા પર (કપાળ પર) લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.
  • કાળા તલ, સાકર અને નાગકેસર રોજ સવારે ખૂબ ચાવીને ખાવાથી મસા શાંત થાય છે.
  • ભેંસના દૂધમાં સાકર અને એલચી મેળવી ગરમાગરમ દૂધ પીવાથી અનિદ્રામાં લાભ થાય છે.
  • સૂંઠનું ચુર્ણ એક ચમચી ફાકવાથી ઝાડામાં ફાયદો થાય છે.
  • વાયુ વધી જવાથી ઊલટી થતી હોય તો અજમો ખાવાથી કે અજમો-મીઠું મોંમા રાખી ચૂસવાથી ઉલ્ટીમાં રાહત થાય છે.
  • નિયમિત રીતે ત્રિફળાચૂર્ણ ચોખાના ધોવાણ સાથે લેવાથી શ્વેતપ્રદર મટે છે.
  • કાળી દ્રાક્ષ અને આમળાનો રસ 10 ગ્રામ પ્રમાણમાં અને 5 ગ્રામ મધ મેળવીને પીવાથી એસીડીટી મટે છે.
  • નિયમિતરીતે કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
  • એલચી, લવિંગ અને જાયફળના ચૂર્ણને મધ અને લીંબુથી બનાવેલ ચામાં મેળવીને પીવાથી કબજિયાતમાં આરામ થાય છે.
  • કાળા મરીનું ચૂર્ણ સાકર નાખેલા ગરમ ગરમ દૂધ સાથે પીવાથી અવાજ ખૂલે છે.
  • કડવા લીમડાની અંતરછાલનો ઉકાળો બનાવી તેમાં મધ નાખીને પીવાથી લાભ થાય છે.
  • ઘી અને ગોળ સાથે આમળાંના ચૂર્ણની ગોળીઓ બનાવી લેવાથી પેશાબની બળતરા મટે છે.
  • અજમો, તુલસીના પાનનું ચૂર્ણ અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે લઈ તેમાં મધ નાખીને પીવાથી તાવમાં ફાયદો થાય છે.
  • તલનું તેલ નિયમિત રીતે એક ચમચાની માત્રામાં પીવાથી વજન ઘટે છે.
  • અશ્વગંધા, શતાવરી, યષ્ટિ મધુ ચૂર્ણ અને ગળો ચૂર્ણનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી શકિત વધે છે.

Sunday, May 6, 2012

તમારા શરીરમાં vitamin-C ની ખામી ભારે પડી શકે!


આજકાલ દરેક ઉંમરમાં સ્માર્ટ દેખાવાની ઈચ્છા ધરાવે છે. સ્માર્ટનેસમાં ત્વચાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિટામિન-સી એક એવું વિટામિન છે જેનો યોગ્ય માત્રામાં સેવન ત્વચાને સ્વસ્થ્ય અને જવાન બનાવે છે. વાસ્તવમાં વિટામિન સીને એસકોરબીક એસિડના નામથી પણ ઓળખવામાં આવે છે. તે શરીરની કોશિકાઓને બાધી રાખે છે. તેનાથી સરીરના વિભિન્ન અંગને આકાર બનાવવામાં મદદ મળે છે. તે શરીરની રક્તવાહિનીઓને મજબૂત બનાવે છે. એટલા માટે જો લાંબી ઉંમર સુધી યુવાન અને નિરોગી રહેવું હોયતો વિટામિન-સીનું પર્યાપ્ત માત્રામાં સેવન કરવું ખૂબ જ જરૂરી છે.

વિટામિન-સીની કમીથી થતા રોગઃ-

-સ્કર્વી, મુખ પીળુ પડી જવું, શરીર નબળુ પડી જવું, શરીરમાં દર્દ, મસૂડા(પેઢા) ફૂલી જવા, ભૂખ ન લાગવી, હાંડકા નબળા પડવા, ચિડિયાપણુ, શરીરની ઈમ્યુનિટિ પાવર ઓછો થવા લાગવો, શરદી ન્યૂમોનિયા જેવા રોગ વારંવાર થવા લાગે છે. કામ કરવાની શક્તિ ઘટી જાય છે. થોડુ કામ કરવાથી પણ થાક લાગે છે.

કેવી રીતે મેળવો વિટામિન-સીઃ-

- વિટામિન-સી પ્રાકૃતિક રીતે સંતરા, લીંબુ, મોસમી ફળોમાં પ્રચુર માત્રામાં જોવા મળે છે. આમળા પણ વિટામિન-સીથી ભરપૂર હોય છે. ધાણા, ટમાટર, મૂળા, પત્તાગોબી, પાલક, બીટ, નાસપત્તિ વગેરે તેના પ્રમુખ સ્ત્રોત છે.

દુકાનમાં અહીં રાખો કેશ કાઉંન્ટર, બિઝનેસ ચાલશે નહીં દોડશે - Vastu Shashtra Tips

દરેક દુકાનદાર ઈચ્ચે છે કે તેની દુકાનમાં ગ્રાહકોની સંખ્યા સતત વધતી રહે, જેથી બિઝનેસમાં નફો થાય. દુકાનની સફળતા ત્યારે જ શક્ય છે જ્યારે દુકાનનો દરેક ભાગ વાસ્તુ સમ્મત હોય. કોઈ પણ દુકાન માટે કેશ કાઉન્ટરની સ્થિતિ વધારે જ મુખ્ય હોય છે, કારણ કે વાસ્તુ અનુસાર તેનો પ્રભાવ દુકાનના વિકાસ પર પડે છે. 

વાસ્તુનું માનો તો દુકાનનું કેશ કાઉન્ટર એવા સ્થાન પર રાખવું જોઈએ જ્યાંથી કેશિયર દ્વારા આવતા-જતા લોકોને આસાનીથી દેખી શકે. કેશ કાઉન્ટરની દુકાનના મધ્યમાં પણ રાકી શકો છો જેથી વ્યવસાયમાં વદ્ધિ થાય છે. જો કેશ કાઉન્ટરની પાછળ અરીસો લગાવી દેવો જોઈએ તો તેનાથી બિઝનેસમાં વધારે સારો ફાયદો થઈ શકે છે. 

દરવાજે 3 સિક્કા લગાવો, ખણ-ખણ કરતી આવશે મહાલક્ષ્મી!

- દેવીની કૃપા પ્રાપ્તિ માટે આપણા ઘરની સ્થિતિનું શુભ હોવું અતિ જરૂરી છે
- મહાલક્ષ્મીની કૃપા માટે આ સિક્કા ઘણા કારગત માનવામાં આવે છે


ધન સાથે જોડાયેલી સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી છે મહાલક્ષ્મીની પ્રસન્નતા. જે વ્યક્તિથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે તેને હંમેશા માટે રૂપિયા-પૈસાની પરેશાનીઓથી મુક્તિ મળી જાય છે. દેવીની કૃપા પ્રાપ્તિ માટે આપણા ઘરની સ્થિતિનું શુભ હોવું અતિ જરૂરી છે.

વાસ્તુ તથા ફેંગશૂઈ પ્રમાણે જો ઘરના વાતાવરણમાં નકારાત્મક ઊર્જા સક્રિય રહેતી હોય તો આપણને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે જ મહાદેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત નથી થતી. ઘર અને ઘરની આસપાસની નકારાત્મક એનર્જીને દૂર કરવા માટે મુખ્ય દરવાજા ઉપર લાલ રિબીનમાં બાંધેલા ત્રણ ફેંગશૂઈ સિક્કા લટકાવો. ધ્યાન રાખવું કે આ સિક્કા દરવાજાની અંદર તરફ લટકેલા હોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે બહાર લગાવવાથી મહાલક્ષ્મી ઘરની અંદર પ્રવેશ નથી કરતી દરવાજા ઉપર જ અટકી જાય છે. આથી, દરવાજાની અંદર તરફ સિક્કા લટકાવો. આ સિક્કાના પ્રભાવથી જ વાતાવરણમાં મોજુદ નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થઈ જશે અને સકારાત્મક વાતાવરણ નિર્મિત થશે.

મહાલક્ષ્મીની કૃપા માટે આ સિક્કા ઘણા કારગત માનવામાં આવે છે. તે સિવાય ઘરને પૂર્ણતઃ પવિત્ર અને સ્વચ્છ રાખો. કોઈપણ પ્રકારની ગંદકી વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. તો લક્ષ્મીને ખુશ કરવાનો આ ઉપાય અજમાવીને બને માલદાર...

સત્ય બતાવતો અરીસો, પતિ-પત્ની વચ્ચે ઊભો કરી શકે તણાવ

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુ ઉપર ધ્યાન આપવામાં આવે છે. કંઈ વસ્તુ ક્યાં સકારાત્મક પ્રભાવ આપે છે તો ક્યાંક નકારાત્મક. આ વાતોને પણ વાસ્તુમાં વિશેષ ધ્યાન રાખવામાં આવે છે તેની અંતર્ગત ઘરમાં અરીસો ક્યાં હોવો જોઈએ તે પણ બતાવ્યું છે. વાસ્તુ પ્રમાણે અરીસામાંથી એક પ્રકારની ઊર્જા બહાર નિકળે છે. આ ઊર્જા કેટલી સારી કે કેટલી ખરાબ હોઈ શકે છે, તે એ વાત ઉપર નિર્ભર કરે છે કે અરીસો કયા સ્થાને લાગેલો છે.

-અહીં ન લગાવો અરીસોઃ-

-વાસ્તુ પ્રમાણે શયન ખંડમાં અરીસો લગાવવો વર્જિત છે. પલંગની સામે અરીસો બિલકુલ ન લગાવવો જોઈએ કારણ કે તેનાથી પતિ-પત્નીના લગ્નજીવન ઉપર ભારે તણાવ પેદાય થાય છે. તેને લીધે પતિ-પત્નીના સારા સંબંધોની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિનો પ્રવેશ પણ થઈ શકે છે.

-આવી રીતે બચો આઈનાના ખરાબ પ્રભાવથીઃ-


-અરીસાનો નકારાત્મક પ્રભાવ ઓછો કરવા માટે તેને ઢાંકીને રાખવો જોઈએ અથવા તેને કબાટની અંદર લગાવવો જોઈએ. પલંગ ઉપર સૂઈ રહેલા પતિ-પત્નીના પ્રતિબિંબ કરનાર અરીસો તલાક સુધીનું કારણ બની શકે છે. એટલા માટે રાત્રિના સમયે અરીસો દ્રષ્ટિથી ઓઝલ હોવો જોઈએ. છતમાં પણ અરીસો ન લગાવવો જોઈએ.

જ્યારે કોઈની શબયાત્રા જુઓ તો શું કરવું જોઈએ?

જીવનના અંતિમ અટલ સત્ય છે મૃત્યુ. ભગવત ગીતામાં શ્રી કૃષ્ણે જણાવ્યું છે કે જીવનના આ અટલ સત્યને કોઈ ટાળી શકતું નથી. જે વ્યક્તિનો જન્મ થયો છે તે અવશેય મૃત્યુને પ્રાપ્ત કરશે જ એક દિવસ મૃત્યુને પ્રાપ્ત થશે. અમર કેવળ આત્મા હોય છે. જે શરીર બદલે છે.

જે પ્રકારે આપણે કપડા બદલીએ છે બરાબર તે પ્રકારે આત્મા અલગ-અલગ શરીર ધારણ કરે છે અને નિશ્ચિત સમય માટે તેના પછી પૂર્વ નિર્ધારિત સમય પર આત્મા શરીરને છોડી દે છે. કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી હિન્દુ ધર્મ અનુસાર મૃત શરીરનું દહન કરવામાં આવે છે. 

કોઈ પણ માણસના મૃત્યુ પછી શવયાત્રા નીકળી જાય છે અને આ સંબંધમાં પણ શાસ્ત્રોમા ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે. જેને અપનાવવાથી ધર્મ લાભ તો થાય છે સાથે જ તેનાથી મૃત આત્માને શાંતિ પણ મળે છે. જો આપણે ક્યાંય જઈ રહ્યા છે અને રસ્તામાં શબયાત્રા જોવા મળે તો તે સમયે થોડીવાર ત્યાં જ બાજુ પર રોકાઈ જવું જોઈએ. 

એવું માનવામાં આવે છે કે જો શબયાત્રા નીકળતી જોવા મળે તો થોડીવાર રોકાઈ પરમાત્મા પાસેથી મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ. મૃતકને પ્રણઆમ કરીને આગળ વધવું જોઈએ. 

જ્યોતિષ શાસ્ત્રમાં શબયાત્રાના સંબંધમાં જણાવવામાં આવ્યું છે કે જો આપ કોઈ જરૂરી કાર્ય માટે જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ શબયાત્રા જોવા મળે તો તેનો મતલબ છે કે આપને ઈચ્છિત કાર્યમાં સફળતા મળશે. આપના વિચારેલા કાર્ય પૂર્ણ થઈ જશે અને પરેશાની દૂર થઈ જશે.

ગુરુવારઃ કાયમ માટે ખુશ અને સલામત રાખે, સાંઈ પૂજા

શિરડીના સાંઈબાબા એક એવા સદ્ ગુરુ થયા છે, જેમને કોઈ ધર્મ વિશેષ આસ્થા નહીં પણ દરેક ધર્મના શ્રદ્ધાળુઓની ઊંડી શ્રદ્ધા જોડાયેલા છે. ધર્મિકરીતે આદર્શ ગુરુ, અપેક્ષા અને આશાઓથી દૂર માત્ર આપવું, છોડવું અને ત્યાગને જ ઓળખે છે. પછી તે કોઈપણ સ્વરૂપમાં હોય. જેમ કે વસ્તુ, પ્રેમ, ધન, જ્ઞાન વગેરે રૂપમાં. એટલુ જ નહીં બીજાના દુઃખ અને પીડાને પોતાના બનાવી લો, સાંઈ બાબાએ દુનિયાને આ પ્રકારના દુઃખ અને પીડાઓથી મુક્તિનો સંદેશ આપ્યો. પરંતુ વીતેલા યુગની વાત જવા દઈએ તો, કળયુગ અર્થાત આજના યુગની વાત કરીએ તો તે જગતગુરુ છે—

હિન્દુ ધર્મમાં સાંઈબાબાને દત્તાત્રેયનો અવતાર માનવામાં આવે છે. અન્ય ધર્મ પણ તેમને ઇશ્વરીય અવતાર જ માને છે. આ કારણે જ સાંઈબાબાને ધર્મ-મજહબ, અમીર-ગરીબ, ઊંચ-નીચ, નાતિ-જાતિનો કોઈ જ ભેદભાવ રાખ્યા વગર અનેક લોકોના દુઃખોને અધ્યાત્મિક અને ઇશ્વરીય શક્તિથી શમન કર્યું છે.

સાંઈબાબાએ સમાજ કલ્યાણ માટે “સબકા માલિક એક હૈ” તો વ્યવહારિક જીવનને સફળ બનાવવા માટે શ્રદ્ધા અને સબૂરી અર્થાત્ સંયમનો મહામંત્ર આપ્યો. તેમનું આ સૂત્ર વર્તમાનમાં પોતાની પ્રાસંગિકતા સાબિત કરી રહ્યું છે. જ્યારે દેશમાં જ નહીં દુનિયા ધર્મ, રંગ અને જાતિના નામે લડાઈઓથી ત્રસ્ત છે અને સુખ-સુવિધાની ચાહમાં દરેક વ્યક્તિ બેચેન અને અશાંત રહે છે.

સાંઈબાબાની ઉપાસના અને ભક્તિ માટે લોક પરંપરાઓમાં ગુરુવારનો દિવસ નક્કી કરાયેલ છે. આ દિવસે ખાસ કરીને હિન્દુ ધર્મ વિધાનોનો ખાસ પ્રભાવ જોવા મળે છે. કારણ કે હિન્દુ પરંપરાઓમાં આ દેવગુરુ બૃહસ્પતિની ઉપાસનાનો દિવસ પણ હોય છે.

જાણો છો ગુરુવારે સાંઈ પૂજાની આસાન વિધિઃ-

-સવારે વહેલા ઊઠી સ્નાન કરી ઘર કે કોઈ નજીકના સાંઈ મંદિરમાં સાંઈ પૂજા માટે જાઓ

-સાંઈ પૂજામાં પીળા ફૂલ, હાર સમાધિ ઉપર ચડાવો, ચાદર કે યથા શક્તિ પ્રસાદ ચઢાવો.

-મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે સાઈની ધૂણીમાં નારિયળની આહુતી કે હોમ કરો. અખંડ જ્યોતિના દર્શન કરો.

-યથાશક્તિ સાંઈની રસોઈ માટે ચોખા અને દાળનું દાન કરો. કારણ કે માન્યતા છે કે સાંઈ બાબ સ્વયં દાળ-ચોખાની ખીંચડી પસંદ કરતા હતા.

-યથા શક્તિ ધનનું દાન કરો

-વિજયાદશમી સાંઈબાબાનો મહાનિર્વાણ દિવસ અર્થાત પુણ્યતિથિ માનવામાં આવે છે. શક્ય હોય તો આ દિવસે સાંઈના મહાતીર્થ શિરડી જાઓ.

-સાંઈબાબાને પંચામૃત સ્નાન અર્થાત્ દહી, દૂધ, મધ, ઘી, ખાંડથી સ્નાન અને ત્યારબાદ પંચોપચાર પૂજા કરો અર્થાત ગંધ પુષ્પ, દીપ, નૈવધથી પૂજા કરો.

-ઘીનો દીપક જલાવી આરતી કરો.

-આરતી પછી સાંઈ કથા, ગુરુમંત્ર, સ્ત્રોત મંત્રનો પાઠ કરો કે કરાવડાવો.

-છેલ્લે પૂજામાં થયેલી ભૂલો બદલ ક્ષમા માંગી પોતાના મનોરથની પૂર્તિની પ્રાર્થના કરો.

દરેક ધાર્મિક આસ્થા એવું કહે છે કે જે પણ સાંઈબાબની શરણમાં જાય છે, સાંઈ તેમને ચોક્કસપણે અપનાવે છે. તેઓ ક્યારેય નિરાશ થઈને નથી ફરતા. વાસ્તવમાં સાંઈ બરકત, બુદ્ધિ અને બળ આપી દરેક સંકટમાં સલામત રાખે છે. 

જાણી લો આ 9 વાતો, તે છુપાવવામાં જ છે તમારી ભલાઈ!

અનેક લોકોના સ્વભાવનો એક પહેલુ એ પણ હોય છે કે તે ફાયદાની વાતને તરત જ જાણવા માગે છે. પરંતુ બીજાને લાભ થઈ જાય, એવી કોઈપણ વાત કે રીતને યથાસંભવ ઊજાગર કરવાથી બચાવે છે. એવી સોચ માણસના કર્મ, વ્યવહાર અને સ્વભાવને પણ નક્કી કરે છે. એટલા માટે દરેક વ્યક્તિને કોશિષ જરૂર કરવી જોઈએ કે આવા વિચાર કોઈપણ રીતે જીવન અને સંબંધોમાં નકારાત્મક પરિણામ ન લાવે.

નકારાત્મક પરિણામોથી બચવાના લક્ષ્યથી કે એવું કહીએ કે, માણસની ભલાઈ માટે જ શાસ્ત્રોમાં પણ એવી જ કેટલીક વાતોને ગુપ્ત રાખવાની શીખ આપી છે. જેનાથી કોઈપણ માણસ અનચાહેલા કલેશ, દુઃખ કે પરેશાનીથી બચી શકાય છે.

જાણો શાસ્ત્રોમાં બતાવેલી એવી જ 9 વાતો...

વિત્ત કે ધનઃ-


-ધન કોઈપણ વ્યક્તિની સૌથી મોટી તાકાતની ઓળખ હોય છે. તે બીજાને પોતાની પ્રત્યે વ્યવહાર નક્કી કરે છે, પણ તેને ઊજાગર થવાથી દુશ્મન દ્વારા કે મિત્રના મનમાં પણ લોભ આવે ત્યારે કોઈને કોઈ રૂપમાં નુકસાન પહોંચાડી શકે છે. તેથી ધનની ગુપ્તતા ક્યારેય કોઈની આગળ જાહેર ન કરવી.


ગૃહછિદ્ર કે ઘરની ફૂટઃ-

-ઘર કે પરિવારના આપસી કલેશ ઊજાગર થવાથી પરિવારની સાથે દરેક સદસ્યના વ્યક્તિગત, વ્યાવહારિક અને સામાજિક સ્તરે પણ નુકસાનનું કારણ બને છે.

મંત્રઃ-

-શાસ્ત્રો પ્રમાણે ગુરુ હોય કે ઈષ્ટ મંત્ર, તેને ગુપ્તા રાખવાથી જ તેની શક્તિઓનો લાભ મળે છે.


મૈથુનઃ- 

-શાસ્ત્રોમાં માણસ માટે કામ અર્થાત્ મૈથુન ક્રિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેનો ભંગ થાય કે તે જાહેર થઈ જાય તો ચરિત્રના હનનનું કારણ બની શકે છે. 

દાનઃ-

ધાર્મિક દ્રષ્ટિએ ગુપ્ત દાન ખૂબ જ પુષ્યદાયી હોય છે, જ્યારે દાન આપી બતાવવું તે અપયશનું કારણ બને છે.

માનઃ-

-પોતાની માન-પ્રતિષ્ઠાના વખાણ પણ અહં પેદા કરે છે, જેના અનેક સ્વાભાવિક દોષ પેદા થાય છે.

અપમાનઃ-

-અનેક મોકે અપમાનને છુપાવી લેવું કે પચાવી લેવું વ્યક્તિ માટે હિતકારી હોય છે. વારંવાર પોતાના અપમાનને જાહેર કરવાથી વ્યક્તિની નબળાઈ બતાવવાની સાથે જ પોતાના માનસિક કષ્ટોનું કારણ બને છે.

આયુઃ-


-વ્યાવહારિક રીતે આયુ કે ઉંમરને ગુપ્ત રાખવાનું ગુપ્ત હોય છે. પરંતુ અનેક અવસરોએ ઉંમર છુપાવવી પણ નુકસાનથી બચાવી શકે છે. તેમાં દર્શન જોઈએ તો વ્યક્તિ દ્વારા ઉંમરને બીજાની સરખામણીમાં પોતાને છુપાવવા સાર્થક છે, અર્થાત્ ઉંમરનો ખયાલ મગજ ઉપર હાવી ન રાખી કર્મના સંકલ્પની સાથે જીવન જીવવું જોઈએ.

ઔષધઃ-

-શાસ્ત્રોક્ત માન્યતા છે કે ઔષધીના શુભ પ્રભાવો ગુપ્ત રાખવાથી જ તેની અસર થાય છે.

સાંઈના આ 5 સૂત્રો અપનાવી, મેળવો મોટી સફળતા

- ઊંચા મુકામ અને સફળતાની રાહ આસાન બનાવવા માટે સાંઈ બાબાના આ સૂત્રોને જીવનમાં ઊતારો 

ધર્માશાસ્ત્રોમાં ગુરુને સાક્ષાત ઈશ્વરનો દરજ્જો આપ્યો છે. કારણ કે ગુરુ જ જ્ઞાન, બુદ્ધિ અને વિવેક દ્વારા સ્વયંના ગુણ અને શક્તિઓની ઓળખ કરાવે છે. જેના દ્વારા શ્રેષ્ઠ, સફળ અને આદર્શ જીવન બનાવવું સંભવ હોય છે. ધર્મ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ગુરુની કૃપા મન, વચન અને કર્મમાં દૈવી ગુણો જગાડી ઈશ્વર સાથે મુલાકાત કરવાની શક્તિ પ્રદાન કરે છે.

સાંઈ એવા જ જગતગુરુના રૂપમાં પૂજનીય છે. જેમને પ્રકૃત્તિની દરેક રચનામાં ગુરુના દર્શન કર્યા અને 24 ગુરુઓ પાસેથી શિક્ષણ ગ્રહણ કર્યું, જેમાં પ્રાણી, વનસ્પતિ પણ સામેલ હતા.

એવા જ મહાયોગી અને મહાગુરુ સ્વરૂપ સાંઈ ચરિત્રમાં જીવનમાં સફળતા અને ઊંચા મુકામ પ્રાપ્ત કરવાના અનેસ સૂત્ર છે. જે ધર્મ પાલનની દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે. જાણો આ સૂત્રોને....


પ્રેમઃ-

-સાંઈ બાબને સુખી જીવન માટે પ્રેમભાવને સૌથી મહત્વપૂર્ણ માન્યા. આને લીધે જ તેમને ધર્મ, નાના-મોટા, ઊંચ-નીચની ભાવનાથી પર રહી બોલ, કાર્ય અને વ્યવહારમાં પ્રેમનું સ્થાન આપવાની શીખ આપી. પ્રેમ વિશ્વાસનો આધાર છે જે વ્યક્તિઓનો જોડી રાખે છે.

સંયમઃ-

-શ્રદ્ધા-સબૂરીના મુખ્ય સૂત્રોમાં સંયમ અને સમર્પણનું સૂત્ર છુપાયેલ છે, જે સાંસારિક જીવનમાં સફળતા માટે જરૂરી છે. ધર્મશાસ્ત્ર પણ ધર્મ પાલન માટે ઈન્દ્રિય સંયમનું મહત્વ બતાવે છે. શ્રદ્ધા કે સમર્પણ અને ધૈર્યની સાથે શક્તિ અને ઊર્જાનો ઉપયોગ કરી સફળતાની રાહ આસાન બનાવી શકાય છે.

ઇશ્વરની પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ—

-સબકા માલિક એકનું સૂત્ર ઈશ્વરની એકાત્મતાનો જ સંદેશ આપે છે. સાથે ધર્મના બંધનથી મુક્તિ રહી માનવીય ભાવનાઓ અને સંબંધોને સર્વોપરી રાખવાની શીખ આપે છે. તેમાં સફળતા માટે કર્મની સાથે ઈશ્વર ભક્તિ અને શક્તિ ઉપર વિશ્વાસ રાખવાની પ્રેરણા છે.


પરોપકાર અને દયાઃ-

-સાંઈ ચરિત્રમાં માનવતાનો ભાવ ધર્મની રાહ ઉપર ચાલવા માટે મુખ્ય દયા અને પરોપકારની શીખ આપે છે. શીખ છે કે કોઈપણ રૂપમાં નાના કે નબળાની ઉપેક્ષા નથી પણ પ્રેમની સાથે સહાયતા અને મદદ માટે તૈયાર રહો. આ રીતે સાંઈ દ્વારા સંવેદના પણ સફતાનું એક સૂત્ર બતાવવામાં આવ્યું છે.

બીજાનું સન્માનઃ-

-ગુરુ શબ્દનો અર્થ મોટી વ્યક્તિ એવું પણ થાય છે. જગતગુરુ સાંઈ બાબાએ પણ મોટા બનવા માટે એવું જ મુખ્ય સૂત્ર અપનાવ્યું. સાંઈએ અહંમને છોડીને ઈશ્વર, ગુરુ અને ઉંમરમાં મોટા લોકોની સાથે જ બધાની પ્રત્યે સન્માન અને વિશ્વાસભાવ રાખવાની શીખ આપી. જેના દ્વારા અનેક માણસ પોતાને પણ માન, પ્રતિષ્ઠા, કૃપા અને સહાયતા પ્રાપ્ત કરી ઊંચુ પદ અને મનચાહી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

આ છે આચાર્ય ચાણક્યની કોમ્યુનિકેશન સ્ટેટેજી

કોઈ પણ વ્યક્તિથી મળે છે ત્યારે તેને ઓળખી લેવો પાળખી લેવો જરૂરી હોય છે. જેવું આપણા માટે જરૂરી હોય છે તેવું જ વિચારે છે સામેવાળા તમને સામે પક્ષે એ પણ એવા જ તરાશે છે. ત્યારે તેના માપદંડો ઓળખી લો કારણ કે કોઈ અજાણી વ્યક્તિને ઓળખવા માટે પણ કામ લાગે છે.

आचार: कुलमाख्याति देशमाख्याति भाषणम्।

सम्भ्रम: स्नेहमाख्याति वपुराख्याति भोजनम्।।


ચાણક્ય કહે છે કેઃ વ્યક્તિના આચરણથી કૂળ ઓળખાય છે, તેની બોલીથી દેશ કે પ્રદેશ ઓળખાય છે અને સ્નેહથી તે બધામાં જાણીતો બને છે અને શરીરથી તે કેટલું ખાય છે તે ખબર પડે છે. 

ચાણક્ય આવાત કરે છે ત્યારે આપણને સહજ યાદ આવે છે .કોમ્યુનિકેશનના નિયમો આ નિયમો આજે ભણવામાં આવે છે ત્યારે તે આ તક્ષશિલા વિદ્યાપીઠના આચાર્યએ વર્ષો પહેલા કહી આપેલું. 

કોઈપણ અજાણી વ્યક્તિને તમે તમારી સાથે કો-ઓપરેટ ન કરાવી શકતા હો ત્યાં સુધી કોઈ પણ ધંધો નકામો છે. અત્યારે જ્યારે દરેક બજાર ઓપન માર્કેટ થવા લાગ્યા છે ત્યારે હરરોજ તમારે એક નવા વ્યક્તિને મળવાનું થાય છે અને આ વ્યક્તિનો જ્યાં સુધી તમે વિશ્વાસ ન મેળવી શકો ત્યાં સુધી તમે તમારી પ્રોડક્ટ પકડાવી શકતા નથી.

ત્યારે કોમ્યુનિકેશન માટે ડી. હોર્થર એમ કહે છે કે ભાષા જરુરી છે તે પ્રદેશનો ખ્યાલ આપે છે અને પ્રદેશ અને ભાષા પરથી તેની પસંદ નાપસંદ નક્કી કરી શકો છો. આચાર્ય પણ કહે છે કે તેનું કુળ તેનો સ્વભાવ જાણવો મહત્વનો હોય છે અને સેલ્સશીપમાં સફળ થવું હોય તો સ્વ ભાવ પ્રેમાળ રાખવો પડે છે કારણ કે તમારી પ્રેમાળતા જ કોઈને તમારી સાથે સંબંધ બાંધવાનું શક્ય બનાવે છે. ભોજનનું પણ આપણે તરત કોઈને કહી દઈ એ છીએ, કોઈની સાથે સંબંધ બાંધવા માટે. પણ આચાર્ય કહે છે કે નહીં તેના શરીર પરથી પહેલા અંદાજ લગાવો. અને આ બધી વાત જાણવાથી તમે સામેવાળાની ઈચ્છાઓ અને પસંદ વિશે અનુમાન લગાવવામાં સફળ થાવો છો.

આ છે આચાર્ય ચાણક્યની કોમ્યુનિકેશન સ્ટેટેજી

તેનો મીઠો અવાજ સાંભળતા જ બધું થઈ જાય છે પૉઝિટિવ - Vastu Shashtra Tips

ઘણી એવી વિદ્યા છે જે જણાવે છે કે જીવનમાં સુખ-સમૃદ્ધિ કેવી રીતે રહેશે. આ વિદ્યામાં વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈનું પણ મહત્વનું સ્તાન છે. ફેંગશુઈના નિયમોનું પાલન કરવાથી ઘર-પરિવારમાં સ્વાસ્થ્ય, ધન કે પરિવારથી સંબંધી પરેશાનિઓ દૂર થઈ જશે.

- ફેંગશુઈ કે વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જાના સિદ્ધાંતો પર કાર્ય કરે છે. જો કોઈ ઘરના વાતાવરણ નકારાત્મક થશે તો ત્યાં રહેનાર લોકોને ઘણા પ્રકારની માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 

- તેના કરણથી આર્થિક ક્ષેત્રમાં પણ હાનિ થઈ શકે છે. આથી વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવતા નિયમોનું પાલન કરવું જોઈએ. 

- વાસ્તુ અને ફેંગશુઈ વાતાવરણ સકારાત્મક બનાવી રાખવા માટે વિંડ ચાઈમ્સ સૌથી સારો ઉપાય છે. 

- વિંડ ચાઈમ્સ એટલે કે ફેંગશુઈ ઘંટડીઓની મધુર અવાજ વાતાવરણમાં રહેલ નકારાત્મક શક્તિઓના પ્રભાવને ખતમ કરી દે છે. આ ઘંટડીઓ સકારાત્મક ઉર્જાને સક્રિય કરે છે. 

- ફેંગશૂઈની વિંડ ચાઈમ્સ આ દિવસો ચલણમાં પણ છે. એ ઘરની સુંદરતા વધારવા માટે ઘણી ઉપયોગી છે. 

- વિંડ ચાઈમ કે પવન ઘંટડીથી જે મધુર અવાજ નીકળે છે તે પૂરા ઘરમાં સુખ અને શાંતીનું વાતાવરણ બનાવે છે. 

- જેથી પરિવારના સદસ્યોને માનસિક શાંતિ મળે છે, તણાવ દૂર થઈ જાય છે. 

- વ્યક્તિના મન શાંત રહેશે તો તે બધા કાર્ય સારી રીતે કરી સકે છે. 

- ધનથી જોડાયેલા કાર્યોમાં આપણું મગજ શાંત હોય તો આપણે ઘણું લાભદાયક કાર્ય પૂર્ણ કરી શકીએ છીએ.  

તમારા આખા ઘરને પોઝિટિવ એનર્જીથી સભર રાખશે આ ચિહ્ન

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં કોઈપણ કામ કરતા આપણે સ્વસ્તિકનું ચિન્હ બનાવવામાં આવે છે. તથા ઘરે મોટા ભાગના લોકો ઘરના ઉંબરામાં સાથિયો કરે છે. ધર્મશાસ્ત્રોમાં સ્વસ્તિક ચિન્હ બનાવો અને શુભ થવાની પાછળ ખાસ કારણ બતાવવામાં આવે છે. જાણો, આ ખાસ વાતો –

- શાસ્ત્રોમાં સ્વસ્તિક વિઘ્નહર્તા તથા મંગળ મૂર્તિ ભગવાન શ્રી ગણેશનું સાકાર સ્વરૂપ માનવામાં આવે છે. 

- સ્વસ્તિકની ડાબી બાજુ 'गं' બીજમંત્ર થાય છે, જે ભગવાન શ્રી ગણેશની શક્તિ તથા સ્થાન માનવામાં આવે છે. 

- તેમાં જે ચાર ટપકા હોય છે, તેમાં ગૌરી, પૃથ્વી, કૂર્મ એટલે કે કાચબો અને અનન્ત દેવતાઓનો વાસ છે.

- વિશ્વના પ્રાચીનતમ ગ્રંથ વેદોમાં પણ સ્વસ્તિકના શ્રી ગણેશના સ્વરૂપ થવાની પુષ્ટિ થાય છે. હિન્દૂ ધર્મની પૂજા-ઉપાસનામાં બોલાનાર વેદોના શાંતિ પાઠ મંત્રમાં પણ ભગવાન શ્રી ગણેશનું સ્વસ્તિક રૂપમાં સ્મરણ કરવામાં આવે છે. આ શાંતિ પાઠ છે –

स्वस्ति न इन्द्रो वृद्धश्रवा: स्वस्ति न: पूषा विश्ववेदा:

स्वस्तिनस्ता रक्षो अरिष्टनेमि: स्वस्ति नो बृहस्पर्तिदधातु 


- આ મંત્રમાં ચાર વાર આવેલ ‘સ્વસ્તિ’ શબ્દ ચાર વાર મંગળ અને શુભની કામનાથી શ્રી ગણેશનું જ ધ્યાન અને આવહાન ન છે. 

- સાથિયો બનાવવાની પાછળ વ્યાવહારિક દર્શન એ છે કે જ્યાં વાતાવરણ અને સંબંધોમાં પ્રેમ, પ્રસન્નતા, શ્રી, ઉત્સાહ, ઉલ્લાસ, સદ્ભાવ, સૌંદર્ય, વિશ્વાસ, શુભ, મંગળ અને કલ્યાણનો ભાવ હોય છે. 

- શ્રી ગણેશજીનો વાસ થાય છે અને તેની કૃપાથી અપાર સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. 

- શ્રી ગણેશ વિઘ્નહર્તા છે, આ માટે આવી મંગળ કામનાઓની સિદ્ધિમાં વિઘ્નોને દૂર કરવા માટે સ્વસ્તિક રૂપમાં ગણેશ સ્થાપના કરવામાં આવે છે. આ માટે શ્રી ગણેશને મંગળમૂર્તિ પણ કહેવામાં આવે છે. 

- દરેક શુભ કાર્યમાં અને દરરોજ સવારે ઉંમરે સાથિયો દોરવો જોઈએ કારણ કે તે ગણેશના રૂપમાં શુભ ગણવામાં આવે છે.