આજકાલ દરેક ઉંમરમાં સ્માર્ટ દેખાવાની ઈચ્છા ધરાવે છે. સ્માર્ટનેસમાં ત્વચાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. વિટામિન-સી એક એવું વિટામિન છે જેનો યોગ્ય માત્રામાં સેવન ત્વચાને સ્વસ્થ્ય અને જવાન બનાવે છે. વાસ્તવમાં વિટામિન સીને એસકોરબીક એસિડના નામથી પણ ઓળખવામાં આવે છે. તે શરીરની કોશિકાઓને બાધી રાખે છે. તેનાથી સરીરના વિભિન્ન અંગને આકાર બનાવવામાં મદદ મળે છે. તે શરીરની રક્તવાહિનીઓને મજબૂત બનાવે છે. એટલા માટે જો લાંબી ઉંમર સુધી યુવાન અને નિરોગી રહેવું હોયતો વિટામિન-સીનું પર્યાપ્ત માત્રામાં સેવન કરવું ખૂબ જ જરૂરી છે.
વિટામિન-સીની કમીથી થતા રોગઃ-
-સ્કર્વી, મુખ પીળુ પડી જવું, શરીર નબળુ પડી જવું, શરીરમાં દર્દ, મસૂડા(પેઢા) ફૂલી જવા, ભૂખ ન લાગવી, હાંડકા નબળા પડવા, ચિડિયાપણુ, શરીરની ઈમ્યુનિટિ પાવર ઓછો થવા લાગવો, શરદી ન્યૂમોનિયા જેવા રોગ વારંવાર થવા લાગે છે. કામ કરવાની શક્તિ ઘટી જાય છે. થોડુ કામ કરવાથી પણ થાક લાગે છે.
કેવી રીતે મેળવો વિટામિન-સીઃ-
- વિટામિન-સી પ્રાકૃતિક રીતે સંતરા, લીંબુ, મોસમી ફળોમાં પ્રચુર માત્રામાં જોવા મળે છે. આમળા પણ વિટામિન-સીથી ભરપૂર હોય છે. ધાણા, ટમાટર, મૂળા, પત્તાગોબી, પાલક, બીટ, નાસપત્તિ વગેરે તેના પ્રમુખ સ્ત્રોત છે.
No comments:
Post a Comment