Google Search

Sunday, May 6, 2012

દરવાજે 3 સિક્કા લગાવો, ખણ-ખણ કરતી આવશે મહાલક્ષ્મી!

- દેવીની કૃપા પ્રાપ્તિ માટે આપણા ઘરની સ્થિતિનું શુભ હોવું અતિ જરૂરી છે
- મહાલક્ષ્મીની કૃપા માટે આ સિક્કા ઘણા કારગત માનવામાં આવે છે


ધન સાથે જોડાયેલી સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી છે મહાલક્ષ્મીની પ્રસન્નતા. જે વ્યક્તિથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે તેને હંમેશા માટે રૂપિયા-પૈસાની પરેશાનીઓથી મુક્તિ મળી જાય છે. દેવીની કૃપા પ્રાપ્તિ માટે આપણા ઘરની સ્થિતિનું શુભ હોવું અતિ જરૂરી છે.

વાસ્તુ તથા ફેંગશૂઈ પ્રમાણે જો ઘરના વાતાવરણમાં નકારાત્મક ઊર્જા સક્રિય રહેતી હોય તો આપણને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે જ મહાદેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત નથી થતી. ઘર અને ઘરની આસપાસની નકારાત્મક એનર્જીને દૂર કરવા માટે મુખ્ય દરવાજા ઉપર લાલ રિબીનમાં બાંધેલા ત્રણ ફેંગશૂઈ સિક્કા લટકાવો. ધ્યાન રાખવું કે આ સિક્કા દરવાજાની અંદર તરફ લટકેલા હોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે બહાર લગાવવાથી મહાલક્ષ્મી ઘરની અંદર પ્રવેશ નથી કરતી દરવાજા ઉપર જ અટકી જાય છે. આથી, દરવાજાની અંદર તરફ સિક્કા લટકાવો. આ સિક્કાના પ્રભાવથી જ વાતાવરણમાં મોજુદ નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થઈ જશે અને સકારાત્મક વાતાવરણ નિર્મિત થશે.

મહાલક્ષ્મીની કૃપા માટે આ સિક્કા ઘણા કારગત માનવામાં આવે છે. તે સિવાય ઘરને પૂર્ણતઃ પવિત્ર અને સ્વચ્છ રાખો. કોઈપણ પ્રકારની ગંદકી વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે. તો લક્ષ્મીને ખુશ કરવાનો આ ઉપાય અજમાવીને બને માલદાર...

No comments:

Post a Comment