Google Search

Sunday, May 6, 2012

સત્ય બતાવતો અરીસો, પતિ-પત્ની વચ્ચે ઊભો કરી શકે તણાવ

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુ ઉપર ધ્યાન આપવામાં આવે છે. કંઈ વસ્તુ ક્યાં સકારાત્મક પ્રભાવ આપે છે તો ક્યાંક નકારાત્મક. આ વાતોને પણ વાસ્તુમાં વિશેષ ધ્યાન રાખવામાં આવે છે તેની અંતર્ગત ઘરમાં અરીસો ક્યાં હોવો જોઈએ તે પણ બતાવ્યું છે. વાસ્તુ પ્રમાણે અરીસામાંથી એક પ્રકારની ઊર્જા બહાર નિકળે છે. આ ઊર્જા કેટલી સારી કે કેટલી ખરાબ હોઈ શકે છે, તે એ વાત ઉપર નિર્ભર કરે છે કે અરીસો કયા સ્થાને લાગેલો છે.

-અહીં ન લગાવો અરીસોઃ-

-વાસ્તુ પ્રમાણે શયન ખંડમાં અરીસો લગાવવો વર્જિત છે. પલંગની સામે અરીસો બિલકુલ ન લગાવવો જોઈએ કારણ કે તેનાથી પતિ-પત્નીના લગ્નજીવન ઉપર ભારે તણાવ પેદાય થાય છે. તેને લીધે પતિ-પત્નીના સારા સંબંધોની વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિનો પ્રવેશ પણ થઈ શકે છે.

-આવી રીતે બચો આઈનાના ખરાબ પ્રભાવથીઃ-


-અરીસાનો નકારાત્મક પ્રભાવ ઓછો કરવા માટે તેને ઢાંકીને રાખવો જોઈએ અથવા તેને કબાટની અંદર લગાવવો જોઈએ. પલંગ ઉપર સૂઈ રહેલા પતિ-પત્નીના પ્રતિબિંબ કરનાર અરીસો તલાક સુધીનું કારણ બની શકે છે. એટલા માટે રાત્રિના સમયે અરીસો દ્રષ્ટિથી ઓઝલ હોવો જોઈએ. છતમાં પણ અરીસો ન લગાવવો જોઈએ.

No comments:

Post a Comment