Google Search

Friday, August 10, 2012

વિસ્મરણ કે સ્મરણ ન ફેર પડે



વિસ્મરણ કે સ્મરણ ન ફેર પડે
પ્રેમમાં સહેજ પણ ન ફેર પડે,

પ્રેમ તો સાવ પારદર્શક છે
મૂકી જો આવરણ.. ન ફેર પડે,

વેદનાનો જ દેશ રહેવાનો
કર ગમે ત્યાં ભ્રમણ, ન ફેર પડે,

મિત્ર! તરસ્યો છું હું મીઠા જળનો
તું તો દરિયો છે, પણ ન ફેર પડે,

મુગ્ધ છું, મસ્ત છું, નિજાનંદે
તું મને ચૂંટી ખણ, ન ફેર પડે,

જિંદગીના જુદા જુદા ચહેરા
એક મારું વલણ ન ફેર પડે,

અંતે એની કૃપા અનીત હશે
તું ગમે તેમ ગણ! ન ફેર પડે….

–જવાહર બક્ષી

No comments:

Post a Comment