Google Search

Friday, August 3, 2012

જિંદગી


જિંદગી કંઈ તુફાની સાગરની કસ્તી નથી
તમારા વિના ક્યાંય
આ નગરમાં વસ્તી નથી
ચહેરા અનેક ટકરાય છે આ ચહેરા સાથે
તમારા જેવી ચહેરામાં મસ્તી નથી
કવિતા છે તો જિંદગી
જીવવા જેવી લાગે છે
નહિ તો આ કવિની કોઈ હસ્તી નથી
દિલના જખમને કઈ રીતે બતાવું ‘જાન’
તમે આપેલી વેદના પણ કંઈ સસ્તી નથી
-રિંકુ
(વાંસદા)

No comments:

Post a Comment