ઋતુ વસંત ન પસંદ,
માત્ર તારી યાદ પસંદ.
માત્ર તારી યાદ પસંદ.
બાગ ન પસંદ, ન ફૂલો પસંદ,
પ્રિય તારું ઘર, ને બારી પસંદ.
પ્રિય તારું ઘર, ને બારી પસંદ.
ન દિવસ પસંદ, ન રાત પસંદ,
તારી હાજરીની, સાંજ પસંદ.
તારી હાજરીની, સાંજ પસંદ.
ન ગીત પસંદ, ન સંગીત પસંદ,
તારાં નયનોનો લય પસંદ.
તારાં નયનોનો લય પસંદ.
ન પક્ષી પસંદ, ન કલરવ પસંદ,
તારી લચકાતી કમરનો રવ પસંદ.
તારી લચકાતી કમરનો રવ પસંદ.
-દિનેશ નાગર, (અમદાવાદ.)
No comments:
Post a Comment