કનું કહે – કાકી કહો
કવિતા કેમ કરાય
કવિતા કેમ કરાય
કાકી કહે સાંભળ કહું
કવિતા કેમ કરાય
કવિતા કેમ કરાય
જેવી રીતે અથાણું થાય
તેવી રીતે કવિતા થાય
તેવી રીતે કવિતા થાય
કેરી જેમ કોઈ મુદ્દો લેવો
મુદ્દા પર કોઈ અનુભવ લેવો
અનુભવને બુદ્ધિ થી છીણવો
મુદ્દા પર કોઈ અનુભવ લેવો
અનુભવને બુદ્ધિ થી છીણવો
બહુ સારું થયું કે ખોટું થયું ?
બહુ સુખ થયું કે દુ:ખ થયું ?
દુઃખમાંથી કેમ ઊગરવું ?
સુખમાં શું નાં ભૂલી જવું ?
બહુ સુખ થયું કે દુ:ખ થયું ?
દુઃખમાંથી કેમ ઊગરવું ?
સુખમાં શું નાં ભૂલી જવું ?
એમ અનુભવને છીણવો
છીણીને દિલ પર મુકવો
દિલમાં જો ઝણ ઝણાટ થાય
તો કવિતા બહુ સારી થાય
છીણીને દિલ પર મુકવો
દિલમાં જો ઝણ ઝણાટ થાય
તો કવિતા બહુ સારી થાય
પછી શબ્દ-મસાલો લેવો
છીણ છે તે શબ્દોમાં મુકવો
છીણ છે તે શબ્દોમાં મુકવો
શબ્દ સુર આવે તે જોવું
તાલ કેમ છે તે પણ જોવું
રસ કેવો થયો તે ગાઈ જોવું
તાલ કેમ છે તે પણ જોવું
રસ કેવો થયો તે ગાઈ જોવું
શબ્દ સુર ને તાલ મળે
તો કવિતાને પાંખ મળે
તો કવિતાને પાંખ મળે
કવિતાને સંભાળનારા જો
કવિતા તે વારંવાર ગાય
ત્યારે ખરો તું કવિ કહેવાય
“સ્કંદ”ની આ રેસીપી છે
ટ્રાય કરી જો સહેલી છે
કવિતા તે વારંવાર ગાય
ત્યારે ખરો તું કવિ કહેવાય
“સ્કંદ”ની આ રેસીપી છે
ટ્રાય કરી જો સહેલી છે
- સુરેશ વ્યાસ
No comments:
Post a Comment