Google Search

Wednesday, August 1, 2012

ગલાગલીયાથી હસવું આવે


ગલાગલીયાથી હસવું આવે, એ હસવાથી કઈ કામ ન થાય,
કોઈ કવિની કવિતા એવી , એ કવિતાથી કઈ કામ ના થાય.
કામ ઘણું છે કરવાનું , ને કવિ મનોરંજન કરતા જાય ,
કવિતા વાંચે ખુબ મ્હાલે , ગાઈ ગાઈને બહુ રાજી થાય,
સૌ કામ કરવાનું ભૂલી જાય , ને કામના ઢગલા થાતા જાય.
બંગલાદેશમાં હિંદુ બહેનો પર છડે ચોક લાજો લુંટાય
ને ભારતના કોઈ મંદિરોમાં મહાલક્ષ્મીની પૂજા થાય
એ મહાલક્ષ્મીઓને ભૂલીને પુજાના શ્લોકો સંભળાય
ગલાગલીયાથી હસવું આવે, એ હસવાથી કઈ કામ ન થાય.
કવિઓને મારા છે વંદન, ખોટું તમે લડાડશો નહિ
સુતેલાઓને જગાડવાનું તમે કામ કર કરશો નહિ ?
કામ તો એ છે તમારું, બીજાઓથી બહુ નાં થાય
કામ થાય ને આનંદ આવે, ઈશ્વર તેમાં રાજી થાય
“સ્કંદ” કહું તમને હું સુણો, ટહુકા માટે મુક્યો ટહુકો
કાગવાણી લાવી શકું હા , કરશો કોઈ તેમાંથી ટહુકા ?
- સુરેશ વ્યાસ

No comments:

Post a Comment