Google Search

Wednesday, August 1, 2012

પ્રવાહમાં વહી જવું સહેલું છે


પ્રવાહમાં વહી જવું સહેલું છે
પણ સાચી દિશામાં પણ તરી શકાય, જરા પ્રયત્ન કરો ને !
લાંચીયાને લાંચ આપી દેવી સહેલી હશે,
પણ લાત પણ આપી શકાય, જરા બહાદુર બનો ને !
ગરીબને ધુત્કારવો કે રડાવવો સહેલો છે,
પણ તે ય માણસ છે, તેને પણ રાજી કરો ને !
આત્મ કલ્યાણ સાધના કરતો હો તો બહુ સારું
પણ બીજાને પણ કેમ આત્મ કલ્યાણ થાય તે શીખવો ને !
ગીતા તો ના સમજાય તેમ કહી બેસી રહેવું સરળ છે,
પણ ગીતા સહેલી છે પ્રભુપાદની , જરા વાંચી જુવો ને !
‘સ્કંદ’ ની કાવ્ય રચના કંઈ ઠીક નથી
પણ શું વાત છે તે જરા જુવો ને !
- સુરેશ વ્યાસ

No comments:

Post a Comment