Google Search

Wednesday, August 1, 2012

ગીત


છપ્પનમા વરસે તો કારમો દુકાળ પડે,
……………… છતાં છપ્પનમું લીલુંછમ્મ જાય છે !
થોડાં પાંદડાં ખરેલાં એક માણસમાં,
……………… આજે પણ કોયલ બેસીને ગીત ગાય છે !
કોયલનાં ગીતોથી પડઘાતું આભ,
.…………….. અને આભ નીચે ચાલવાનું મારું !
રસ્તાઓ એટલું જ જાણે છે:
.…………….. લંબાણ તો પથ ને પથિકનું સહિયારું…
ચાલવાની વાત સાત ડગલાંની હોય તોય,
……………… આખો જન્મારો એમાં જાય છે !
મંઝિલ વિનાના આમ દોડવાના રસ્તાઓ,
……………… લઈને પણ જીવી શકાય છે !
સઘળુંયે તોડફોડ કરતાં-કરાવતાં,
……………… સોયમહીં દોરો પરોવી શકાય છે !
કાચા સૂતરના એક તાંતણેથી પાનબાઈ !
……………… વીજ માફક ચમકી શકાય છે !
– પ્રફુલ્લ પંડ્યા

No comments:

Post a Comment