Google Search

Friday, August 3, 2012

પર્વ નૂતન વર્ષનુ..


હો જોજનો અંતર ભલે,
અંતર મહી અંતર નથી!
આપના હ્રદય સિવાય
આપણુ કોઈ ઘર નથી!
દીવા કર્યા કંઈ આંગણે,
ને છે ઝરુખા ઝળહળા
મકાન છો રોશન બધા પણ
મન આ તરબતર નથી..
તહેવાર હો રંગો તણો
કે પર્વ નૂતન વર્ષનુ,
તારા વિના ઓ દોસ્ત એ
કોઈ રીતે સધ્ધર નથી….
-ગુરુદત્ત, નયના, ધારીણી અને દ્રુપદ આપને આ નૂતન વર્ષે આપને , આપના કુટુંબીજનોને ધર્મ,અર્થ ક્ષેત્રે જ્વલંત સફળતા, ઉજ્જવળ ભવિષ્યની અને સુગમ સ્વાસ્થ્યની શુભકામના કરતાં આનંદ અનુભવે છે…

No comments:

Post a Comment