Google Search

Wednesday, August 1, 2012

લીલા લ્હેર છે

રોજ કોઈ ઝંખના મનને છળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
સૂર્ય ઊગે કે નગર આખુંય તમને,
……………….. હર ક્ષણે રઝળાવવા નીકળી પડે.
ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
થાકને પડખામાં રાખી સૂઈ રહો,
……………….. ને સ્વપ્ન ધગધગતા મૂકો આંખો મહીં.
પાંપણો દાઝ્યાના પુરાવા મળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
પૂછનારો પૂછવા ખાતર પૂછે છે,
……………….. ‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.
પૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
– પ્રણવ પંડ્યા

No comments:

Post a Comment