Google Search

Wednesday, August 1, 2012

મારા હોવાપણા નો અહેસાસ


અચાનક સાવ
કોઈક આવી ગયું
છે હવે હૃદયમાં
કૈક નવીન જ છે
આ સ્પંદનો ઉઠતા
શું થયું છે કઈ જ
ખબર જ નથી પડતી
હું વહી રહ્યો છું
કોઈ અજાણ્યા વહેણમાં
ને આજકાલ લાગે છે બધું
બદલાયેલું સાવ
નજીવી ચીજ માં પણ છે
કૈંક અગમ્ય ઉત્સાહ
ખુશ છું ને છલકે છે
ખુશી અંદરથી મારા
મમ્મી,પાપા,ભાઈ, બહેન
સિવાય છે કોઈ
મારી ચિંતા કરવા વાળું
ને તેને બધી જ
ખબર છે મારી
પછી ભલે ને હોય એ
માઇલો દૂર મારે
માટે તો હરપળ છે પાસે
અનુભવું છું તેને
હું હરેક શ્વાસે
કેવો આ સંબંધ
અદભુત ને અદ્વિતીય
રોજ રાતે telephone
લાઈન બનતી એક વહેણ
લાગણીનું ને તણાતો હું
એક્દુમ સાવ મુક્ત થઇ ને
ચુપચાપ રહી ને પણ
ઘણી વાતો થાય છે
બધા સંબધો તો godgift
છે પણ આ છે તેમાંથી
એક બહુ જ ખાસ
તારા થાકી જીવું છું હું હવે
તું જ છે હવે
મારા હોવાપણા નો અહેસાસ
-શ્રેયસ ત્રિવેદી ‘હોશ’

No comments:

Post a Comment