Google Search

Tuesday, August 7, 2012

કોઈક


કોઈક તો એવું જોઈએ
………. જેની સાવ અડોઅડ હોઈએ
આમ તો નર્યા સપનાંઓને આંબવા લાગી હોડ
એક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ
સપનાંઓને બાજુએ મુકી
શ્વાસ ખાવાની ક્ષણમાં રુકી,
તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું
……….. કોઈક તો હોવું જોઈએ
……….. જેની સાવ અડોઅડ હોઈએ
આમ તો નર્યા ઝાંઝવાભર્યું રણ છે જીવનઘાટ
પ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંય આરો ના ઘાટ
ઝાંઝવાઓમાં નેજવાં જેવું
મઝધારે એક નાવનું હોવું
આમ ન કોઈ નામ ને તોયે મનમાં તો ભગવાન જેવું
………… કોઈક તો હોવું જોઈએ
…………. જેની સાવ અડોઅડ હોઈએ.
– રેણુકા દવે

No comments:

Post a Comment