એક તો તું પોતે મધ જેવી, એમાં તારું સ્મિત
………………………………. જાણે મધમાં સાકર નાખી
મારી દષ્ટિ કેમ આટલી મીઠી, એ ના પૂછ
………………………………. મેં તો તને નજરથી ચાખી
કડવાથી કડવા લીમડાની ડાળ પરે,
………………………. મધપૂડો બેસે એવી મારી હાલત
આખા જગમાં ખોબેખોબા ખૂબ
……………….પતાસાં વહેંચું એવી ગળચટ્ટી આ બાબત
બંગાળી મીઠાઈ સમી તું સાંજ મને મોકલતી
……………………………. ઉપર સ્પર્શનું અબરખ રાખી
તેં તો ખાલી છાંટો વાવ્યો ને
……………… મારામાં શેરડીનું આ ખેતર ઊગી આવ્યું
મને જેમણે દાતરડાથી કાપ્યો,
…………………… એના ખોબામાંયે અમરત શું ઢોળાયું
જગમાંથી કડવાશ હટાવી રેલાવું મીઠાશ
……………………………. મને જો મળી જાય તું આખી
………………………………. જાણે મધમાં સાકર નાખી
મારી દષ્ટિ કેમ આટલી મીઠી, એ ના પૂછ
………………………………. મેં તો તને નજરથી ચાખી
કડવાથી કડવા લીમડાની ડાળ પરે,
………………………. મધપૂડો બેસે એવી મારી હાલત
આખા જગમાં ખોબેખોબા ખૂબ
……………….પતાસાં વહેંચું એવી ગળચટ્ટી આ બાબત
બંગાળી મીઠાઈ સમી તું સાંજ મને મોકલતી
……………………………. ઉપર સ્પર્શનું અબરખ રાખી
તેં તો ખાલી છાંટો વાવ્યો ને
……………… મારામાં શેરડીનું આ ખેતર ઊગી આવ્યું
મને જેમણે દાતરડાથી કાપ્યો,
…………………… એના ખોબામાંયે અમરત શું ઢોળાયું
જગમાંથી કડવાશ હટાવી રેલાવું મીઠાશ
……………………………. મને જો મળી જાય તું આખી
– મુકેશ જોષી
No comments:
Post a Comment