Google Search

Sunday, July 15, 2018

Gujarati Shayari - 7 ગુજરાતી શાયરી

સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે.

મિત્રો માંગણી લઈને નથી આવતા,લાગણી લઈને આવે છે,
કહી દો દુનિયાને, કે દોસ્તો ના “દિવસો” નહિ,પણ ‘જમાના’હોય છે ..!!🙏🏼

ખામોશી હી બહુત કહેતી હૈ...
સમજના તેરી આદત તો નહી...

નક્કામુ છે, નક્કામું છે કરીને
બેઠા તો ખરા એમની સામે
લાગ્યું પછી  જિંદગી
એટલી તો ખરાબ નથી.

તમે કિસ્મત માં નથી
ઊંઘ આંખો માં નથી
અને હું હોશ માં નથી.

Gujarati Shayari - 6 ગુજરાતી શાયરી

જીવની સન્મુખ મેં સ્થાપી દીધો....
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો......
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.

દેશ માટે બીજું કઈ ન કરો તો કાઈ નહી...પણ...
જમતી વખતે ખેડૂતને અને સૂતી વખતે સૈનિકને યાદ કરી દિલથી ધન્યવાદ અચૂક આપજો..!

'વાહ' નો પર્યાય કોઈ હોય તો આપી શકો,
આ હદયના તારને છેડી ગયેલો શબ્દ છે.

સમય નથી મળતો હવે એને
એક ક્ષણનો પણ મારી માટે,
જે કદીક વચને બાંધતા મને
જિંદગીભર સાથ નિભાવવાને.

રોમે રોમે મોર પીંછું ફરફરે, જાદુ છે આ તારા નામ મા,
આંખ મીંચુ તોય તુ દેખાય છે, જીવ ક્યાંથી લાગે કૉઈ કામ મા...

Gujarati Shayari - 5 ગુજરાતી શાયરી

મન ગગનમાં મુક્ત વિહરતું હું પંખી, લઈ સ્મરણોની પાંખ વિહરતું હું પંખી. સરહદોની સરહદ ન બતાવશો મને, બંધન પિંજરનાં તોડી વિહરતું હું પંખી.

મહેસુસ થાય છે એટલું જો લખી શકાતું હોત,
તો કસમ થી, આ શબ્દો પણ સળગતા હોત !!

કૂવો દરિયાને પૂછે કે તું આટલો ઘુઘવાટા શાનો કરશ?
એને શું ખબર એને પણ છે પનિહારીના દીદારની તરસ.

મિત્ર સાથે બેસવું ખુબ સહેલું છે,
પણ ઉભા રહેવું એટલું જ અઘરું !!

માધવ‌ ભલે ને મધુરો‌ હોય,
પણ...
રાધા વિના એ અધૂરો જ હોય!!!!!.....

Gujarati Shayari - 4 ગુજરાતી શાયરી

જેવા સાથે તેવા ની રમત માં,
હું ન ફાવ્યો,
હસાવ્યાં મેં એમને પણ,
જેણે મને રડાવ્યો...

પ્રીત કરી બંધાણી હુ જનમ જનમ એમનાથી પછી..
ક્યાં જરુર છે કંકોત્રી.. કે કંકુ નાં રીવાજ ની.

બનાવ તારી સફર કંઈક એવી કે
તારી મંઝિલ નેય ઈર્ષ્યા થાય,
હાર જીતની વાત જ નથી
ઉલ્ટી તારા હરીફ દ્વારા તારી ચર્ચા થાય...

વર્ણન કરુ જો તારા વ્હાલ નુ તો કિતાબો ટુકી પડે અને
વર્ણન કરુ જો તારા સાથ નુ તો જન્મો ના જન્મો ટૂકા પડે.

વરસાદને ક્યાં ખબર, અંદર પણ એક આગ છે,
ઠારવા જેને ફકત જાંજવાનાં જળ ની માંગ છે.

Gujarati Shayari - 3 ગુજરાતી શાયરી

ભરી સભામાં દ્રૌપદી ના ચીર જેવુ છે જીવન,
રોજ લંબાય છે ને લાજ રાખ્યે જાય છે

એક મુક્તક...
દરેક દિલમાં એક અજાણ્યો ખૂણો હોય છે,
ને ખબર તમને........એ બહુ કૂણો હોય છે.
સૌની નજરથી ભલે સદાય એ દૂર રહેતો,
ખુદને મન.....ક્યાં જરાય ઊણો હોય છે.

ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુએ,
સૂરજ સવારે શહેરમાં ફરશે ફકીર જેમ.
           
સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.
  
ઓફલાઈન રહેવાનો તમને કોઈ હક્ક નથી,
જયારે તમે કોઈના દિલમાં ઓનલાઈન હો !!!

Gujarati Shayari - 2 ગુજરાતી શાયરી

એક જેવી જ દેખાતી હતી એ દિવાસળીઓ..
અમુકે પ્રગટાવ્યુ અને અમુકે  સળગાવ્યું.!

દિલના અરમાન સજાવી રાખજે ધડકન થઇને આવું છું
થોડાં હોઠ સજાવી રાખજે શબ્દ થઇને આવું છું.

મિત્રો તો મસ્તીખોર જ હોવા જોઈએ,
બાકી કો-ઓપરેટીવ તો બેંક પણ છે!!!

જે જીવવાનું કારણ છે,
એ પ્રેમ છે તારો...
જે જીવવા નથી દેતો,
એ પણ પ્રેમ છે તારો.....

"મંદીરમાં ચોખા લઈને ઘણી વાર ગયા"
પણ .. !!
"દિલ ચોખ્ખા લઈને કેટલી વાર ગયા..??"

Gujarati Shayari - 1 ગુજરાતી શાયરી

બાળપણ જ સારું હતું  જ્યાં એક કીટ્ટા અને બુચ્ચામાં સંબંધો સુધરી જતા, હવે તો માફી માંગવા છતાંયે સંબધોમાં કડવાશ રહી જાય છે.

વ્હાલી...
દીવાલ પર ટાંગેલી ઘડિયાળ અને....
મારા હદય ના ધબકાર,
બંનેનું એક જ કાર્ય છે
ફક્ત તમારો ઇન્તેઝાર....
જિંદગીના છેલ્લા શ્વાસ સુધી...

"વિચારપુષ્પ"
ન "ભાવતાને" પણ "નભાવતા" આવડે તો,
આ જીવન નંદનવન બની જાય.

અત્તર થી કપડાં મહેકાવવા  ....
એ કોઈ મોટી વાત નથી સાહેબ....
મજા તો ત્યારે આવે જયારે
તમારા કિરદાર માં થી મહેક આવે ......!!!

ઇશ્વરની ઉપર પણ ઇશ્વર હોવો જોઇએ,
ઇશ્વરને પણ કોઇકનો ડર હોવો જોઇએ!