Google Search

Sunday, July 15, 2018

Gujarati Shayari - 6 ગુજરાતી શાયરી

જીવની સન્મુખ મેં સ્થાપી દીધો....
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો......
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.

દેશ માટે બીજું કઈ ન કરો તો કાઈ નહી...પણ...
જમતી વખતે ખેડૂતને અને સૂતી વખતે સૈનિકને યાદ કરી દિલથી ધન્યવાદ અચૂક આપજો..!

'વાહ' નો પર્યાય કોઈ હોય તો આપી શકો,
આ હદયના તારને છેડી ગયેલો શબ્દ છે.

સમય નથી મળતો હવે એને
એક ક્ષણનો પણ મારી માટે,
જે કદીક વચને બાંધતા મને
જિંદગીભર સાથ નિભાવવાને.

રોમે રોમે મોર પીંછું ફરફરે, જાદુ છે આ તારા નામ મા,
આંખ મીંચુ તોય તુ દેખાય છે, જીવ ક્યાંથી લાગે કૉઈ કામ મા...

No comments:

Post a Comment