Google Search

Sunday, July 15, 2018

Gujarati Shayari - 3 ગુજરાતી શાયરી

ભરી સભામાં દ્રૌપદી ના ચીર જેવુ છે જીવન,
રોજ લંબાય છે ને લાજ રાખ્યે જાય છે

એક મુક્તક...
દરેક દિલમાં એક અજાણ્યો ખૂણો હોય છે,
ને ખબર તમને........એ બહુ કૂણો હોય છે.
સૌની નજરથી ભલે સદાય એ દૂર રહેતો,
ખુદને મન.....ક્યાં જરાય ઊણો હોય છે.

ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુએ,
સૂરજ સવારે શહેરમાં ફરશે ફકીર જેમ.
           
સ્હેજ પણ એના સગડ ક્યાં સાંપડે છે ?
શ્વાસ પણ ખર્ચાય કેવળ ધારણામાં.
  
ઓફલાઈન રહેવાનો તમને કોઈ હક્ક નથી,
જયારે તમે કોઈના દિલમાં ઓનલાઈન હો !!!

No comments:

Post a Comment