Google Search

Friday, April 26, 2024

આવ ને આવીને કંઈ રકઝક ન કર - અંકિત ત્રિવેદી

                                                     આવ ને આવીને કંઈ રકઝક ન કર,

સાવ ખાલી આંખને ભરચક ન કર.

સ્હેજ હડસેલીને અંદર આવજે–,

બારણે પહોંચ્યા પછી ઠક ઠક ન કર.

શું વીતે છે એની સૌને છે ખબર,

આમ તું ઘડિયાળમાં ટકટક ન કર!

મીરાં, નરસૈયો, કબીર બોલી ચૂક્યાં,

તું વળી તારી રૂએ બકબક ન કર.

બે જણા અંધારું શોધે છે ફરી,

પથ્થરો ભેગા કરી ચકમક ન કર.

આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે - અંકિત ત્રિવેદી

                             આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે,

બ્લૅક ઍન્ડ વ્હાઈટ સમય પણ રંગભીનો થાય છે.

બાના બોખા સ્મિતવાળો ચહેરો જ્યારે જોઉં છું,

આજ પણ ફોટા મહીંથી વારતા સંભળાય છે.

જે દીવાલો પર કરેલા હોય લીટા આપણે,

એ જ દીવાલો ઉપર ફોટો કદીક ટીંગાય છે.

એક પણ ઍન્ગલથી એ મૉડેલ જેવાં છે નહીં,

લગ્ન કરતાં મમ્મીપપ્પા કેટલાં શરમાય છે!

એ નિખાલસતા, ઉમળકો, પ્રેમ ક્યાંથી લાવશું?

જૂના ફોટા પાડવા ક્યાં એટલા સ્હેલાય છે?

દર્શન કરી લઉં છું - અકબરઅલી જસદણવાલા

                                     મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,

પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,

જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું,

નયન નિર્મળ કરીને રૂપનું દર્શન કરી લઉં છું.

નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,

બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.

અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,

પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં?

વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.

અંગત કરી લઉં છું

                                         કદી મહેનત કરી લઉં છું, કદી રાહત કરી લઉં છું,

ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું.

કિનારા જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું,

નિરંતર હું જીવનમાં કંઈ ને કંઈ હરકત કરી લઉં છું.

જીવનને આંગણે નિત્ નિત્ નવા મહેમાન આવે છે,

ખુશી આવે ગમી આવે, પરોણાગત કરી લઉં છું.

નહિવત્ છું, પરંતુ આભ સામે મીટ માંડું છું,

પ્રભુની દેન છે કે આવડી હિંમત કરી લઉં છું.

સભામાં કોઈ ‘અકબર'થી પરાયું રહી નથી શકતું,

ગઝલમાં હું પરાઈ પીડને અંગત કરી લઉં છું.

Monday, July 16, 2018

Gujarati Shayari - 19 ગુજરાતી શાયરી


ઘણું બધું કેહવું હતું તમને પણ,
ક્યારેક તમે મળ્યા ને ક્યારેક શબ્દો




અંજામ ની ખબર તો  ...કર્ણ ને પણ હતી પણ વાત મિત્રત્તા નિભાવવા ની હતી




મરતી વખતે લાગ્યું
આયુષ્ય આમ વહી ગયું
મારે જીવવું છે, મારે જીવવું છે કહેતા કહેતા
સાહેબ મારું જીવવાનું રહી ગયું .


જીવું તો જીવુ હું કોના સહારે ?

તુટેલુ દિલ વળી કોઈ સ્વીકારે ??

શબ્દો સમજાય તો કામનું સાહેબ,
બાકી વાંચી તો કોઈ પણ શકે છે.

જિંદગીને પ્રેમથી અમે જીવતા ગયા.
કાંટા વચ્ચે પણ રસ્તા  કરતાં ગયાં.
મળે છે અહીં ક્યાં દવા પ્રેમની?
પ્રેમ માટે દુવા અમે કરતાં ગયાં.

હર શ્વાસોચ્છવાસમાં શ્વસતો રહું છું.
હર વ્યક્તિનું જીવન ચલાવતો રહું છું.
હું છું ચક્રધારી,નામ છે મારું 'શ્યામ '.
ઘરે ઘરે ગીતા રૂપે ગૂંજતો રહું છું.

જિંદગી અઘરા સવાલોના ઉકેલ સમજાવી ગઇ, દોસ્ત એવા કંઇં મળ્યા કે દુશ્મની શરમાઇ ગઇ.

દોસ્તીનુ મોહરુ પહેરી દુશ્મની ભરમાવી ગઇ, જીવનપથ પર કંટકોની જાજમ બીછાવી ગઇ’. 

ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં 'નાઝિર',
જે સારા હોય છે તેના તો સૌ સંસ્કાર બોલે છે.

જો મન ભરાઈ ગયું હોય તો ચોખ્ખી ના પાડી દો ને
આમય પ્રેમ માં કયાં કોઇ ની ઉપર કેસ થાય છે...

લે નજર મારી ઉધાર આપું,
જો પછી દિવાનગીની શું મજા છે...

ચાલને તારી નફરતો ની હોળી કરીએ ને,
મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ...

વેદનાઓ મારી કહો કોને જઇ કહું
ગુલમ્હોર મારી આંખ મહીં પાંગર્યા કરે


પ્રેમ ના કરો પક્ષી જેવો,
ઝાડ સુકાય ને ઉડી જાય..
પ્રેમ કરો તો માછલી જેવો,
જળ સુકાય ને મરી જાય.

Gujarati Ghazal - 6 ગઝલ - "પાકટ પ્રેમ"

પ્રેમ કે ઉમર કોની છે પાકટતા?
ઉમર સાથે વધતા પ્રેમની પાકટતા.

સમજ-અસમજ ભરેલાં અહેસાસ,
તેમાં રહેલાં એક શ્વાસની પાકટતા.

સ્પર્શેલ છતાં અસ્પર્શ રહેલી લાગણી,
લાગણીઓ સાથેનાં બંધનની પાકટતા.

બધું ભૂલીને બધું મેળવી લેવું,
એમાં પોકળ સમાજની પાકટતા.

રાધાનો પ્રેમ કે મીરાની દિવાનગી,
શબરીનાં એંઠા બોરની પણ પાકટતા.

Gujarati Ghazal - 5 ગઝલ - આપ્યો મેં આવકાર બધાને ગણી સ્વજન

આપ્યો મેં આવકાર બધાને ગણી સ્વજન,
બસ ત્યારથી થયું છે વ્યથાનું આગમન.

છે જિંદગી અમારી કિરાણા દુકાન સમ,
બન્ને તરફ ઉધાર લઈ જીવતું કવન.

છાતી ઉપર દળાય છે વર્ષો જુના સ્મરણ,
ને ઘટ પડે જરાક તો આંસુ ભરે વજન.

ખાલી મકાનમાં , થતી રે ચહલપહલ,
જ્યાં ઘર વસી ગયું ત્યાં છે હલચલ બધી ગહન.

આરામથી રહો સખા જ્યાં પણ રહો તમે,
ટેકો મળે ચિનારનો, શીતળ વહે પવન.

અફસોસ થાય એજ ક્ષણે એક પ્રશ્ન પણ!,
શું સાવ સાચું છે કે સમય ને નથી નયન?