પ્રેમ કે ઉમર કોની છે પાકટતા?
ઉમર સાથે વધતા પ્રેમની પાકટતા.
સમજ-અસમજ ભરેલાં અહેસાસ,
તેમાં રહેલાં એક શ્વાસની પાકટતા.
સ્પર્શેલ છતાં અસ્પર્શ રહેલી લાગણી,
લાગણીઓ સાથેનાં બંધનની પાકટતા.
બધું ભૂલીને બધું જ મેળવી લેવું,
એમાં આ પોકળ સમાજની પાકટતા.
રાધાનો પ્રેમ કે મીરાની દિવાનગી,
શબરીનાં એંઠા બોરની પણ પાકટતા.
No comments:
Post a Comment