Google Search

Wednesday, August 1, 2012

રંગમંચ


સંસારના રંગમંચ,
પર ભજવાતું,
આ,
જીવન નાટક,
વાસ્તવિક પાત્રોથી ભરપુર રંગમંચ!
પડદાઓ પડી રહ્યા છે,
હર્ષ-શોકના, સ્નેહના,
વેર-ઝેરના,
તારું-મારું શાંતિ-અશાંતિના,
સંસારના રંગમંચ પર,
માનવીના અનેક પાત્રો ભજવાઇ રહ્યાં છે,
હસી રહ્યાં છે, રડી રહ્યાં છે.
સૌ પાત્રો, અનેક ખેલ
ખેલી રહ્યાં છે.
જિંદગીનાં આ અવનવા ખેલનું!
શું છે આ?
માનવીના, અભિનયનો રંગમંચ છે.
રંગમંચ પર પડદા પડતા,
રહે છે, બે વચ્ચે!
જીવન
અને મૃત્યુ વચ્ચે!
-ભારતી સોની. અમદાવાદ

No comments:

Post a Comment