Google Search

Sunday, May 6, 2012

જાણી લો આ 9 વાતો, તે છુપાવવામાં જ છે તમારી ભલાઈ!

અનેક લોકોના સ્વભાવનો એક પહેલુ એ પણ હોય છે કે તે ફાયદાની વાતને તરત જ જાણવા માગે છે. પરંતુ બીજાને લાભ થઈ જાય, એવી કોઈપણ વાત કે રીતને યથાસંભવ ઊજાગર કરવાથી બચાવે છે. એવી સોચ માણસના કર્મ, વ્યવહાર અને સ્વભાવને પણ નક્કી કરે છે. એટલા માટે દરેક વ્યક્તિને કોશિષ જરૂર કરવી જોઈએ કે આવા વિચાર કોઈપણ રીતે જીવન અને સંબંધોમાં નકારાત્મક પરિણામ ન લાવે.

નકારાત્મક પરિણામોથી બચવાના લક્ષ્યથી કે એવું કહીએ કે, માણસની ભલાઈ માટે જ શાસ્ત્રોમાં પણ એવી જ કેટલીક વાતોને ગુપ્ત રાખવાની શીખ આપી છે. જેનાથી કોઈપણ માણસ અનચાહેલા કલેશ, દુઃખ કે પરેશાનીથી બચી શકાય છે.

જાણો શાસ્ત્રોમાં બતાવેલી એવી જ 9 વાતો...

વિત્ત કે ધનઃ-


-ધન કોઈપણ વ્યક્તિની સૌથી મોટી તાકાતની ઓળખ હોય છે. તે બીજાને પોતાની પ્રત્યે વ્યવહાર નક્કી કરે છે, પણ તેને ઊજાગર થવાથી દુશ્મન દ્વારા કે મિત્રના મનમાં પણ લોભ આવે ત્યારે કોઈને કોઈ રૂપમાં નુકસાન પહોંચાડી શકે છે. તેથી ધનની ગુપ્તતા ક્યારેય કોઈની આગળ જાહેર ન કરવી.


ગૃહછિદ્ર કે ઘરની ફૂટઃ-

-ઘર કે પરિવારના આપસી કલેશ ઊજાગર થવાથી પરિવારની સાથે દરેક સદસ્યના વ્યક્તિગત, વ્યાવહારિક અને સામાજિક સ્તરે પણ નુકસાનનું કારણ બને છે.

મંત્રઃ-

-શાસ્ત્રો પ્રમાણે ગુરુ હોય કે ઈષ્ટ મંત્ર, તેને ગુપ્તા રાખવાથી જ તેની શક્તિઓનો લાભ મળે છે.


મૈથુનઃ- 

-શાસ્ત્રોમાં માણસ માટે કામ અર્થાત્ મૈથુન ક્રિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેનો ભંગ થાય કે તે જાહેર થઈ જાય તો ચરિત્રના હનનનું કારણ બની શકે છે. 

દાનઃ-

ધાર્મિક દ્રષ્ટિએ ગુપ્ત દાન ખૂબ જ પુષ્યદાયી હોય છે, જ્યારે દાન આપી બતાવવું તે અપયશનું કારણ બને છે.

માનઃ-

-પોતાની માન-પ્રતિષ્ઠાના વખાણ પણ અહં પેદા કરે છે, જેના અનેક સ્વાભાવિક દોષ પેદા થાય છે.

અપમાનઃ-

-અનેક મોકે અપમાનને છુપાવી લેવું કે પચાવી લેવું વ્યક્તિ માટે હિતકારી હોય છે. વારંવાર પોતાના અપમાનને જાહેર કરવાથી વ્યક્તિની નબળાઈ બતાવવાની સાથે જ પોતાના માનસિક કષ્ટોનું કારણ બને છે.

આયુઃ-


-વ્યાવહારિક રીતે આયુ કે ઉંમરને ગુપ્ત રાખવાનું ગુપ્ત હોય છે. પરંતુ અનેક અવસરોએ ઉંમર છુપાવવી પણ નુકસાનથી બચાવી શકે છે. તેમાં દર્શન જોઈએ તો વ્યક્તિ દ્વારા ઉંમરને બીજાની સરખામણીમાં પોતાને છુપાવવા સાર્થક છે, અર્થાત્ ઉંમરનો ખયાલ મગજ ઉપર હાવી ન રાખી કર્મના સંકલ્પની સાથે જીવન જીવવું જોઈએ.

ઔષધઃ-

-શાસ્ત્રોક્ત માન્યતા છે કે ઔષધીના શુભ પ્રભાવો ગુપ્ત રાખવાથી જ તેની અસર થાય છે.

No comments:

Post a Comment