Google Search

Sunday, May 6, 2012

ગુરુવારઃ કાયમ માટે ખુશ અને સલામત રાખે, સાંઈ પૂજા

શિરડીના સાંઈબાબા એક એવા સદ્ ગુરુ થયા છે, જેમને કોઈ ધર્મ વિશેષ આસ્થા નહીં પણ દરેક ધર્મના શ્રદ્ધાળુઓની ઊંડી શ્રદ્ધા જોડાયેલા છે. ધર્મિકરીતે આદર્શ ગુરુ, અપેક્ષા અને આશાઓથી દૂર માત્ર આપવું, છોડવું અને ત્યાગને જ ઓળખે છે. પછી તે કોઈપણ સ્વરૂપમાં હોય. જેમ કે વસ્તુ, પ્રેમ, ધન, જ્ઞાન વગેરે રૂપમાં. એટલુ જ નહીં બીજાના દુઃખ અને પીડાને પોતાના બનાવી લો, સાંઈ બાબાએ દુનિયાને આ પ્રકારના દુઃખ અને પીડાઓથી મુક્તિનો સંદેશ આપ્યો. પરંતુ વીતેલા યુગની વાત જવા દઈએ તો, કળયુગ અર્થાત આજના યુગની વાત કરીએ તો તે જગતગુરુ છે—

હિન્દુ ધર્મમાં સાંઈબાબાને દત્તાત્રેયનો અવતાર માનવામાં આવે છે. અન્ય ધર્મ પણ તેમને ઇશ્વરીય અવતાર જ માને છે. આ કારણે જ સાંઈબાબાને ધર્મ-મજહબ, અમીર-ગરીબ, ઊંચ-નીચ, નાતિ-જાતિનો કોઈ જ ભેદભાવ રાખ્યા વગર અનેક લોકોના દુઃખોને અધ્યાત્મિક અને ઇશ્વરીય શક્તિથી શમન કર્યું છે.

સાંઈબાબાએ સમાજ કલ્યાણ માટે “સબકા માલિક એક હૈ” તો વ્યવહારિક જીવનને સફળ બનાવવા માટે શ્રદ્ધા અને સબૂરી અર્થાત્ સંયમનો મહામંત્ર આપ્યો. તેમનું આ સૂત્ર વર્તમાનમાં પોતાની પ્રાસંગિકતા સાબિત કરી રહ્યું છે. જ્યારે દેશમાં જ નહીં દુનિયા ધર્મ, રંગ અને જાતિના નામે લડાઈઓથી ત્રસ્ત છે અને સુખ-સુવિધાની ચાહમાં દરેક વ્યક્તિ બેચેન અને અશાંત રહે છે.

સાંઈબાબાની ઉપાસના અને ભક્તિ માટે લોક પરંપરાઓમાં ગુરુવારનો દિવસ નક્કી કરાયેલ છે. આ દિવસે ખાસ કરીને હિન્દુ ધર્મ વિધાનોનો ખાસ પ્રભાવ જોવા મળે છે. કારણ કે હિન્દુ પરંપરાઓમાં આ દેવગુરુ બૃહસ્પતિની ઉપાસનાનો દિવસ પણ હોય છે.

જાણો છો ગુરુવારે સાંઈ પૂજાની આસાન વિધિઃ-

-સવારે વહેલા ઊઠી સ્નાન કરી ઘર કે કોઈ નજીકના સાંઈ મંદિરમાં સાંઈ પૂજા માટે જાઓ

-સાંઈ પૂજામાં પીળા ફૂલ, હાર સમાધિ ઉપર ચડાવો, ચાદર કે યથા શક્તિ પ્રસાદ ચઢાવો.

-મનની ઈચ્છાઓ પૂરી કરવા માટે સાઈની ધૂણીમાં નારિયળની આહુતી કે હોમ કરો. અખંડ જ્યોતિના દર્શન કરો.

-યથાશક્તિ સાંઈની રસોઈ માટે ચોખા અને દાળનું દાન કરો. કારણ કે માન્યતા છે કે સાંઈ બાબ સ્વયં દાળ-ચોખાની ખીંચડી પસંદ કરતા હતા.

-યથા શક્તિ ધનનું દાન કરો

-વિજયાદશમી સાંઈબાબાનો મહાનિર્વાણ દિવસ અર્થાત પુણ્યતિથિ માનવામાં આવે છે. શક્ય હોય તો આ દિવસે સાંઈના મહાતીર્થ શિરડી જાઓ.

-સાંઈબાબાને પંચામૃત સ્નાન અર્થાત્ દહી, દૂધ, મધ, ઘી, ખાંડથી સ્નાન અને ત્યારબાદ પંચોપચાર પૂજા કરો અર્થાત ગંધ પુષ્પ, દીપ, નૈવધથી પૂજા કરો.

-ઘીનો દીપક જલાવી આરતી કરો.

-આરતી પછી સાંઈ કથા, ગુરુમંત્ર, સ્ત્રોત મંત્રનો પાઠ કરો કે કરાવડાવો.

-છેલ્લે પૂજામાં થયેલી ભૂલો બદલ ક્ષમા માંગી પોતાના મનોરથની પૂર્તિની પ્રાર્થના કરો.

દરેક ધાર્મિક આસ્થા એવું કહે છે કે જે પણ સાંઈબાબની શરણમાં જાય છે, સાંઈ તેમને ચોક્કસપણે અપનાવે છે. તેઓ ક્યારેય નિરાશ થઈને નથી ફરતા. વાસ્તવમાં સાંઈ બરકત, બુદ્ધિ અને બળ આપી દરેક સંકટમાં સલામત રાખે છે. 

No comments:

Post a Comment