Google Search

Monday, July 30, 2012

મળશે અને છુટ્યું


“શરૂવાત કૈક એમજ કરું છુ,
શબ્દો માં ભીનાશ આપમેળેજ ભળી જશે.”
નિહાળવા જાઉં છું,કૈક કેટલાય વણદેખાયેલા દ્રશ્યો ,
પણ આપમેળે જ તેતો દેખાઈ જાય છે નીંદર માં સ્વપ્નરૂપે ,
જોવું છુ જેમાં,
ચાલવા માટેની રાહ છે ખુબજ લાંબી પણ,
ચાલતા આવી જાય છે વિચાર મંજિલ વિશે,
ખરેખર તો આગળ વધુજ છુ મંજીલ માટે, પણ
કોઈક વાર દેખાય જાય છે, વળી ને પાછળ ,
જોવું છુ જેમાં,
સંબંધો નું મહત્વ અને એના અલગ અલગ સ્વરૂપો,
છુટ્યા કેટલાક સંબંધો વણઇછ્યે અને, બંધાયા નવા તાર અકલ્પ્યે,
છે દુઃખ જુના સંબંધો છૂટવાનું,પણ ભીંજવી જાય છે લાગણી ની ભીનાશ મન મારું,
નહિ તો મન માં ગણોજ આનંદ છે,ઉગી રહેલા નવા આદિત્ય ની આશ માં,
પણ હજીયે દિલ માં છે કૈક “મળશે અને છુટ્યું” ના સરવાળા અને બદબાકી……..
અને એ પણ જાણું છુ તેતો એમજ રહેવાનાં,છુટી રહેલા છેલ્લા ધબકાર માં.
- Trushti Raval

No comments:

Post a Comment