Google Search

Saturday, July 21, 2012

mari vyatha - મારી વ્યથા

કોઇની પણ વાતમાં પડતો નથી,
એટલે હું કોઇને નડતો નથી.

જે ઘડીએ જે મળ્યું મંજૂર છે,
ભાગ્ય સાથે હું કદી લડતો નથી.

કોણે છલકાવ્યા નજરના જામને,
આમ તો હું જામને અડતો નથી.

હામ હૈયામાં છે મારા એટલે, 

ઠોકરો ખાઉં છું પણ પડતો નથી....!!!!

No comments:

Post a Comment