Google Search

Sunday, July 29, 2012

પાંચ પુતળા


મધરાત વિત્યા પછી,શહેરના પાંચ પુતળા
એક ચોતરા પર બેઠા અને આંસુ સારવા લાગ્યા
વિનોબા બોલ્યા “છેવટે હુ થયો ફક્ત માળીઓનો”
શિવાજી રાજા બોલ્યા “હુ તો ફ્ક્ત મરાઠાઓનો”
ડો.આંબેડકર બોલ્યા “હુ તો ફક્ત હરિજનો નો”
ટિળક બોલ્યા “હુ તો ફક્ત બ્રાહ્મણોનો”
ગાંધીજીએ ગળાનો ડુમો સંભાળી લિધો બોલ્યા
“તોય઼ તમે નશીબદાર એક એક જાત જમાત
તો તમારી પાછળ છે” મારી પાછળ તો
સરકારી કચેરીની દિવાલો”
- પરેશગિરિ ગોસ્વમી – જુનાગઢ

No comments:

Post a Comment