Google Search

Tuesday, October 2, 2012

લખાવો મને !વાપરો કળ ને બનાવો મને !
લાશ છું હું, બસ તરાવો મને!

એમ બનતી હોય જો આ ગઝલ,
લો કલમ- કાગળ, લખાવો મને !

સત્ય કહેવું જો ગુનો હોય તો,
લો શુળીએ પણ ચઢાવો મને.

જિંદગીએ બહુ રડાવ્યો મને,
હું ભૂલ્યો હસવું, હસાવો મને.

સાદગીમાં જિંદગી થઇ પુરી,
ના હવે દોસ્તો સજાવો મને.

- રાકેશ ઠક્કર

No comments:

Post a Comment