Google Search

Monday, July 16, 2018

Gujarati Ghazal - 5 ગઝલ - આપ્યો મેં આવકાર બધાને ગણી સ્વજન

આપ્યો મેં આવકાર બધાને ગણી સ્વજન,
બસ ત્યારથી થયું છે વ્યથાનું આગમન.

છે જિંદગી અમારી કિરાણા દુકાન સમ,
બન્ને તરફ ઉધાર લઈ જીવતું કવન.

છાતી ઉપર દળાય છે વર્ષો જુના સ્મરણ,
ને ઘટ પડે જરાક તો આંસુ ભરે વજન.

ખાલી મકાનમાં , થતી રે ચહલપહલ,
જ્યાં ઘર વસી ગયું ત્યાં છે હલચલ બધી ગહન.

આરામથી રહો સખા જ્યાં પણ રહો તમે,
ટેકો મળે ચિનારનો, શીતળ વહે પવન.

અફસોસ થાય એજ ક્ષણે એક પ્રશ્ન પણ!,
શું સાવ સાચું છે કે સમય ને નથી નયન?

No comments:

Post a Comment