Google Search

Monday, July 16, 2018

Gujarati Shayari - 18 ગુજરાતી શાયરી


લોકો અહીં અજીબ છે..
પ્રેમમાં પડવાતો માંગે છે પણ છેક સુધી
તરવા નહી...



જ્યારે કોઈ તમારા પર "આંધળો" ભરોસો રાખે,
ત્યારે તમે સાબિત ના કરતા કે તે ખરેખર "અંધ" છે...!



કોઈક "દોસ્ત" એવા હોય છે.. સાહેબ,
જેને ભુલવા માટે તો "મરવું" પડે હો.....!!


બુદ્ધી "હડતાળ" પર ઉતરે છે... ત્યારે

 જીભ "ઓવર ટાઇમ" કરે છે..!!

આંખ ને પાપ કરતા રોકે..
છતાં...
પોતે કહેવાય પાપણ....!


બફારા અને બફારાથી થતા પરસેવાના સમ!
ભીનો  તો તારી લાગણીઓથી થાઉં છું..


'હરખ નો હિસાબ નો હોય સાહેબ...'
    અને જ્યાં "હિસાબ" હોય,
      ત્યાં "હરખ" હોય...!!

કંઇજ નથી થતુ ધારેલું,
કોઇક કહી ગયુ છે..
જીવન છે અણધારેલું...!

આમ તો આકાશ આખું સારું છે પરંતુ,
મારી બારી માંથી દેખાય એટલુ મારું છે....!

કાનાને કાજળ આંજ્યે શું ફેર પડે ?
રાધાને ચંદન ચોળ્યે શું ફેર પડે...
મીરાં તો મસ્ત છે શ્યામ રંગમાં
ઝેર કે અમૃત આપ્યે શું ફેર પડે...

"જયારે સમય સારો હોય ત્યારે ભુલ ને પણ હસી કાઢવામાં આવે છે,
          પરંતુ જયારે
 સમય ખરાબ હોય ત્યારે તમારા હાસ્ય માંથી પણ " ભુલ " કાઢવામાં આવે છે."

બધી ઇચ્છાઓ અમારી અધુરી નથી હોતી
દોસ્તોમાં ક્યારેય દુરી નથી હોતી
જેના દિલમાં રેહતા હોય દોસ્ત તમારા જેવા
એમને ધડકનની જરૂરત નથી હોતી.

માણસ વેચાય છે... દાેસ્ત 
કેટલો મોંઘો કે કેટલો સસ્તો?
કિંમત તેની મજબૂરી નક્કી કરે છે...

No comments:

Post a Comment