Google Search

Monday, July 16, 2018

Gujarati Ghazal - 3 ગઝલ - કૃષ્ણ ની યાદમાં ઝૂરવાનું રાધા ને કેમ છે?


કૃષ્ણ ની યાદમાં ઝૂરવાનું રાધા ને કેમ છે? .                             
મીરાં ભજે માધવને રાણાને વાંધા કેમ છે?  ..
     
સાફ સુથરી જીંદગી હતી શ્વેત વસ્ત્ર સમી....         
હ્રદયમાં દર્દ  દુઃખ નામના ડાઘા કેમ છે? 

એકલી મુકીને રાધા ને મથુરામાં ગયાં માધવ,,,,      
યુગોના વિરહ પછી  પણ શ્યામ  રાધા ને વહાલાં કેમ છે?

પૂર્ણ છે અસ્તિત્વ શ્યામ તમારું જો તો ,,                     
સાત પટરાણી તોય રાધા વિણ માધવ આધા કેમ છે?

રક્ષા કરવી ચોપ્રહર  ફૂલોની કાંટાનો નેમ કેમ છે ,,          
સાંનિધ્ય સેવે ફુલોનું એવાં  નસીબદાર કાંટા કેમ છે?

Gujarati Ghazal - 2 ગઝલ - સમયને સાથ કરવામાં ઘણી તકલીફ લાગે છે


સમયને સાથ કરવામાં ઘણી તકલીફ લાગે છે,
જગતને બાથ ભરવામાં ઘણી તકલીફ લાગે છે .

તમારા અણગમાના ભાવને પરખું કઇ રીતે,
હ્રદય ની આગ ઠરવામાં ઘણી તકલીફ લાગે છે.

હ્રદયનો સ્નેહ આપીને કરો છો તરબતર સૌને,
નવાં મુલ્યો સરજવામાં ઘણી તકલીફ લાગે છે.

બધું મારું કશું તારું નથી ભેદ છોડીને,
તડાઓથો ઉગરવામાં ઘણી તકલીફ લાગે છે.

નદીની રેતમાં જોવા મળે રમતું નગર કિંતૂ,
તરીને પાર કરવામાં ઘણી તકલીફ લાગે છે .

ઢળેલી બાણ શૈયાપર ઢળીને શ્વાસ લેવાના,
ખમીને હાર મરવામાં ઘણી તકલીફ લાગે છે .

બહારોની ઉમીદો જો કરોતો જાણજો માસૂમ,
કળીની માંગ ભરવામાં ઘણી તકલીફ લાગે છે .

Gujarati Ghazal - 1 ગઝલ - હું ઝઝુમતો એકલો ભવસાગરે, તું આવને..


હું ઝઝુમતો એકલો ભવસાગરે, તું આવને..
જો સફર મજધારમાં ડૂબીરહી ઉચકાવને...

બંધ દરવાજે કડી વાખી નથી અમ કોઇએ..
ચાહની સાંકળ જરા ઢાળી નયન ખખડાવને...

બે જણાની લાગણી જાણે બની જીવન રસી..
એજ તો છે પ્રેમ, મન ખોલી હવે છલકાવને...

આમ તો તારી ઘણીએ આદતો હું જાણું છુ..
ચાલ દિલ ફાડી હવે તો પ્રેમને વરસાવને...

થૈ ચમક પલકારમાં ઝૂકી જશે જો "જગત"..
તું વિજય કેરી પતાકા ચાલ જો ફરકાવને....

Gujarati Shayari - 16 ગુજરાતી શાયરી


તારી છાયાનો ફકત
અંધકાર લઇ ને શું કરું..?
પારકો જે થઇ ગયો છે
પ્યાર લઇ ને શું કરું..?

દરીયા કીનારાની રેતી જેવી જીંદગીમા કોઈ નું નામ ના લખો.
ને લખો તો પ્રભુ તમને વિનંતી છે કે તેના નસીબ મા તોફાન ના લખો..


હશે વાતાવરણ સાથે
તમારે ગાઢ સંબંઘો,
કરું છું યાદ તમને તો અહીં
વરસાદ વરસે છે.


કાશ! સડકોની જેમ જીંદગીના રસ્તા  પર પણ લખાયેલુ હોય કે
આગળ ભયજનક વળાંક છે જરા સાચવીને

"હુ છુ ને તારી સાથે"
કેટલુ સુંદર વાકય છે!!
કોઇ આટલુ કહી દે તો પણ
જિંદગી જીવવા માટે કાફી છે.


સપનાં વાવ્યાં હતાં પાંપણે,
આંખ ખૂલતાં ચૂરા થયા ;
દોસ્ત એવાં સફરમાં મળ્યાં,
ઢાલ કોઈ, કોઈ છૂરા થયાં.

હૃદય ના દર્દો ની વાતો કદિ છાનિ નથિ રેહતિ,હૃદય ગભરાય છે ત્યારે નયન ભિંજાય છે....

ભણતર નો શું અર્થ જો આપણે રસ્તા ઉપર કચરો ફેકવાના હોઇ જે કાલે સવારે એક અભણ ના હાથે સાફ થવાનો છે..

દુર્ભાગ્ય બીજું હોય શું એનાથી વધારે?
સંગાથમાં તું હોય ને વરસાદ આવે!

શાયર લખે તો શું લખે જિંદગીની વાત,
ગઝલોમાં સીધો આંસુનો અનુવાદ આવે!

શબ્દો મારા આમ તો છે એકદમ સીધા ને સરળ,
સમજે તું જો..!!
તો લાગણી, નહીં તો કાળા અક્ષર...!!

જેને "હૂં" ની હવા લાગી,
એને નાં દવા લાગી, નાં દુવા લાગી...


એમણે કહ્યું કે હૃદયમાં
         મને રાખો,
મે કહ્યું કે  લ્યો હૃદય
         તમે રાખો..!!!

શ્યામના અંત:કરણમાં જો કદી ચીરા મળે;
બાવરી થૈ નાચતી જોવા પછી મીરાં મળે.

જિંદગી પરસેવાથી માંજી છે ભાઈ,
એટલે તો આટલી ચમકી છે ભાઈ.

Gujarati Shayari - 15 ગુજરાતી શાયરી


તારું અંધારું દે મને, હું તને દીવો આપું, મારામાં આસ્થા તું સ્થાપ, ને હું તારામાં શ્રદ્ધા સ્થાપુ.


કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના... સાહેબ, બાકી જિંદગીના રંગમંચ પર કોઈ કલાકાર નબળો નથી હોતો


રાધા થી વિખુટા પડેલા શ્યામ નું હૈયું પણ ટૂટતુ હશે.....
જ્યારે વાંસળીના દરેક સુરમા રાધા નુ નામ ગુંજતું હશે...


યુગો ની ઓળખાણ, પલ મા ડુબી જાય છે.

જેમ આકાશમાથી તારા ખરી જાય છે.
આપણે ગમે તેવા દાવ પેચ કરીયે,
પણ" હુકમ નો એકો" તો "હમેશા કુદરત ફેકી જાય છે".

જીદંગી મા સુખી થવુ હોય તો મિત્રો
સંબંધ ને સાચવતા શીખો,
વાપરતા નહી...

'ઈચ્છિત' પળ ની શોધ માં...
જો જો-
વિતાવેલી 'ગમતી' ક્ષણ ખોવાઈ જાય .



પોતાની સ્ટાઈલ
બિન્દાસ હોવી જોઈએ,
દુનિયાની નઝર
તમારા પર હોવી જોઈએ,
કામ એવા કરો જીવનમાં કે
ભગવાન પણ કહે,
નંગ'; ની જગ્યા તો સાલી
સ્વર્ગમાં હોવી જોઈએ

દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો વ્યવહાર મિત્ર કે શત્રુ બનાવવા માટે જવાબદાર છે.

સ્મશાનમાં છે આજે માણસો હજાર,
ક્યાં હતા ...
જ્યારે અંદરથી સળગતો હતો...?

ચિહ્નો કોઈ વિરામનાં એમાં મળ્યા નહી,
કોણે લખી જીંદગીને વ્યાકરણ વિના...!!!

"સાચવીને રાખુ છુ વરસાદ દરેક ટીપા મારી કવિતાઓમા , મને ખબર છે કે તને ગમે છે ભીજાવુ ધોધમાર વરસાદ મા...."

સુધારીલેવા જેવી છે પોતાની ભૂલ ,ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ .....આટલું માનવીકરે કબુલ..., તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ ...


આમ તો તારા વિના જરુર ક્યાં છે જીવતા રહેવાની,
તો તારી ચાહતમાં લત લાગી
ગઇ છે શ્વાસ લેવાની.....

એક સરસ વાક્ય વાંચવામાં આવ્યુ...
આજનો દિવસ એટલે બાકી રહેલી જીંદગીનો પહેલો દિવસ


તું આજેય મારી એજ તરસ છે. ગમે તેવી પણ તું હજુય સરસ છે.


તારું ઘમંડ જોઈને સ્પષ્ટ થાય છે કે...
તને સમય નથી અને મારો સમય નથી...


જીવન મારું અધૂરું રહી ગયું,
પ્રેમ નું પાનું કોરું રહી ગયું,
શાહી તૈયાર કરી હતી મેં મારા લોહી ની,
પણ હસ્તાક્ષર કોઈ બીજું કરી ગયું.. 

સુતક

વૃદ્ધાશ્રમમાં રહેવાવાળા માતા-પિતાનુ મૃત્યુ થયું હોય તો તેના પરિવારને કેટલા દિવસનું સુતક લાગે ?

સવાલ નો સુંદર જવાબ મળ્યો...

જે વ્યક્તિએ તેના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા હોય તેને જીવનભરનું સુતક લાગી ગયું હોય છે અને તે વ્યક્તિ મંદિર જવાને પણ લાયક હોતો નથી....

Sunday, July 15, 2018

Gujarati Shayari - 14 ગુજરાતી શાયરી

બર નહોતી કે જીંદગીને રંગત મલી જશે,
તમારા સ્નેહ ની સુવાસીત સંગત મલી જશે,
દીલ ખોલી શકાય જેની પાસે પ્રેમ થી,
એવું કોઇ જગત મા 'અંગત' મલી જશે.



હતા દિવાનગી ઉપર સમજદારીના પડદાઓ
તને પુછી રહ્યો છુ હું તને મળવાના રસ્તાઓ
બધો આધાર છે એના જતી વેળાના જોવા
પરમિલનમાંથી નથી મળતા મહોબતના
પુરાવાઓ જીવન પુરતી નથી હોતી મુકદરની સમસ્યાઓ
મરણની બાદ પણ બાકી રહી ગઈ હસ્તરેખાઓ


શબ્દો થોડા આઘા પાછા હોય તો સુધારીને વાંચજો...
આમ તો મેં લીધો છે જન્મ હર કોઇને પ્રેમ કરવાને
વાત અલગ છે કે વચમાં તમે જરા વધુ ગમી ગયા


જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દઢ ઈચ્છાશક્તિ હોવાં જોઈએ. 


જિંદગીએ મને શીખવ્યું છે કે તક મળે ત્યારે બીજાઓની સેવા કરવી, કોઈનું બૂરું ન કરવું, બીજાઓના ભોગે કંઈ પણ મેળવવું નહિ અને જરૂર પડ્યે બીજાઓને થતી હાનિ કે ઈજા અટકાવવા જાતે હાનિ કે ઈજા વહોરી લેવાં તેમાં જ મૂળભૂત ધર્મનો સમાવેશ થાય છે.

ઉમંગો બધી હેથી પડી,પણ કોઈને ના ખબર પડી...
જે કરતા હતા અમે,એ બધી સારપો માથે પડી...
કે દીલ મા હતા અરમાનો,કોઇયે ના દીઠા...
મને ખબર નથી કેમ,કે છે ધીરજ ના ફળ મીઠા...

મોત નુ બંધન છતાં, કરતો રહ્યો છે માનવી
જિંદગી માવજત, આદમથી શેખાદમ સુધી
~~શેખાદમ આબુવાલા~~

કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો,
ગાંધી, તને ખબર છે કે તારું થયુ છે શું ?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો!
~~શેખાદમ આબુવાલા~~

ઝેર ની વાત
ઝેર પીને ઝેર ઓક્વુ છે મારે,
દિલ ના બધા જ રહ્સ્યો ફેકી દેવા છે મારે,
ખાદી ની કીંમત કરવી છે મારે,
બધાજ ખાલી જામ ખાલી મૈખાના ભરી દેવા છે મારે,
લાગણી ઓ ના બધાજ વહાણ ડુબાડી દેવા છે મારે,
બધીજ ક્લ્પ્નાઓ હ્કીક્ત મા ફેરવી દેવી છે મારે,
કરવા નુ તો ઘણુ છે વિચારો જેટલુ,
તેથી મારે વીચાર વાનુ પણ બંધ કરી દેવુ છ મરે,
ઝેર પીને ઝેર ઓક્વુ છે મારે