Google Search

Monday, July 16, 2018

Gujarati Shayari - 15 ગુજરાતી શાયરી


તારું અંધારું દે મને, હું તને દીવો આપું, મારામાં આસ્થા તું સ્થાપ, ને હું તારામાં શ્રદ્ધા સ્થાપુ.


કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના... સાહેબ, બાકી જિંદગીના રંગમંચ પર કોઈ કલાકાર નબળો નથી હોતો


રાધા થી વિખુટા પડેલા શ્યામ નું હૈયું પણ ટૂટતુ હશે.....
જ્યારે વાંસળીના દરેક સુરમા રાધા નુ નામ ગુંજતું હશે...


યુગો ની ઓળખાણ, પલ મા ડુબી જાય છે.

જેમ આકાશમાથી તારા ખરી જાય છે.
આપણે ગમે તેવા દાવ પેચ કરીયે,
પણ" હુકમ નો એકો" તો "હમેશા કુદરત ફેકી જાય છે".

જીદંગી મા સુખી થવુ હોય તો મિત્રો
સંબંધ ને સાચવતા શીખો,
વાપરતા નહી...

'ઈચ્છિત' પળ ની શોધ માં...
જો જો-
વિતાવેલી 'ગમતી' ક્ષણ ખોવાઈ જાય .



પોતાની સ્ટાઈલ
બિન્દાસ હોવી જોઈએ,
દુનિયાની નઝર
તમારા પર હોવી જોઈએ,
કામ એવા કરો જીવનમાં કે
ભગવાન પણ કહે,
નંગ'; ની જગ્યા તો સાલી
સ્વર્ગમાં હોવી જોઈએ

દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો વ્યવહાર મિત્ર કે શત્રુ બનાવવા માટે જવાબદાર છે.

સ્મશાનમાં છે આજે માણસો હજાર,
ક્યાં હતા ...
જ્યારે અંદરથી સળગતો હતો...?

ચિહ્નો કોઈ વિરામનાં એમાં મળ્યા નહી,
કોણે લખી જીંદગીને વ્યાકરણ વિના...!!!

"સાચવીને રાખુ છુ વરસાદ દરેક ટીપા મારી કવિતાઓમા , મને ખબર છે કે તને ગમે છે ભીજાવુ ધોધમાર વરસાદ મા...."

સુધારીલેવા જેવી છે પોતાની ભૂલ ,ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ .....આટલું માનવીકરે કબુલ..., તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ ...


આમ તો તારા વિના જરુર ક્યાં છે જીવતા રહેવાની,
તો તારી ચાહતમાં લત લાગી
ગઇ છે શ્વાસ લેવાની.....

એક સરસ વાક્ય વાંચવામાં આવ્યુ...
આજનો દિવસ એટલે બાકી રહેલી જીંદગીનો પહેલો દિવસ


તું આજેય મારી એજ તરસ છે. ગમે તેવી પણ તું હજુય સરસ છે.


તારું ઘમંડ જોઈને સ્પષ્ટ થાય છે કે...
તને સમય નથી અને મારો સમય નથી...


જીવન મારું અધૂરું રહી ગયું,
પ્રેમ નું પાનું કોરું રહી ગયું,
શાહી તૈયાર કરી હતી મેં મારા લોહી ની,
પણ હસ્તાક્ષર કોઈ બીજું કરી ગયું.. 

No comments:

Post a Comment