કૃષ્ણ ની યાદમાં ઝૂરવાનું રાધા ને કેમ છે? .
મીરાં ભજે માધવને એ રાણાને વાંધા કેમ છે? ..
સાફ સુથરી જીંદગી હતી શ્વેત વસ્ત્ર સમી....
હ્રદયમાં દર્દ દુઃખ નામના ડાઘા કેમ છે?
એકલી મુકીને રાધા ને મથુરામાં ગયાં માધવ,,,,
યુગોના વિરહ પછી પણ શ્યામ રાધા ને વહાલાં કેમ છે?
પૂર્ણ છે અસ્તિત્વ શ્યામ તમારું જો તો ,,
સાત પટરાણી તોય રાધા વિણ માધવ આધા કેમ છે?
રક્ષા કરવી ચોપ્રહર ફૂલોની કાંટાનો નેમ કેમ છે ,,
સાંનિધ્ય સેવે ફુલોનું એવાં નસીબદાર કાંટા કેમ છે?
No comments:
Post a Comment